#PATAN_HNGU : બી.ડી.એસ કોલેજ પાટણના રાષ્ટ્રીય સેવા યોજના N.S.S વિભાગ દ્વારા સુજનીપુર ખાતે શિબિર યોજાઈ..

હેમ.ઉ.ગુ.યુનિ,પાટણ સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી.એસ આર્ટસ,સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ,પાટણના રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S) વિભાગ દ્વારા સાત દિવસીય ખાસ શિબિર પાટણ જિલ્લાના સુજનીપુર ગામે તા 28/03/22 થી 04/04/22 દરમિયાન યોજવામાં આવી હતી.
સાત દિવસીય શિબિરનો વિષય જનજાગૃતિ અને ગ્રામ વિકાસ શિબિર રહ્યો હતો. આ સાત દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે ઉદ્ઘાટક હેમ.ઉ.ગુ યુનિ,પાટણના કુલપતિ ડો. જે.જે.વોરા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા આવી શિબીરો વધુ ને વધુ થતી રહે તેવી મારી અપીલ છે અને તેના દ્વારા જ આપણે ગ્રામ્ય વિસ્તારને સમૃદ્ધ કરી શકીશું અને શિબિર ને શુભેચ્છાઓ પાઠવી હતી.


યુનિ.ના ઈ.સી. મેમ્બર સ્નેહલભાઈ પટેલે આવી શિબિરોમાંથી કંઈક મેળવીને જ જઈએ છીએ ગ્રામ્ય વિસ્તારની સેવા કરવા મળે તે પુણ્ય નું કામ છે અને વિદ્યાર્થીકાળમાં નેતૃત્વ કળા ખીલવે છે. ઉપરાંત ગામના સરપંચ મોંઘીબેન શ્યામભાઇ ચૌધરીએ શિબિરને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી હતી.
સુજનીપુર પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષિદાબેન પટેલે શિબિરાર્થીઓને આવકાર્યા હતા ઉપરાંત કોલેજના કા. આચાર્ય ડૉ.કમલભાઈ પંડ્યાએ શિબિરને શુભેચ્છા પાઠવી હતી કોલેજ અને શાળા પરિવાર નો સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો N.S.S પ્રોગ્રામ ઓફીસર ડૉ.પારસ ખમાર દ્વારા આ સાત દિવસીય શિબિર માં થનાર કાર્યક્રમોથી માહિતીગાર કર્યા હતા.

વિવિઘ દિવસે ગ્રામ સફાઇ, સૂત્ર લેખન, યુવા જાગૃતિ રેલી, બેટી બચાવો બેટી પઢાવો અને વ્યસનમુક્તિ રેલી, અંધશ્રદ્ધા નિવારણના રાત્રી કાર્યક્રમો, ગીતો,ગરબા, વિદ્યાર્થીઓને રમત ગમત વિવિધ વ્યાખ્યાનો જેવા કે અંગદાન જાગૃતિ -દિલીપભાઈ દેશમુખ દાદા, ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે માહિતી -ડૉ રોશની સાલવી, રોજબરોજની જિંદગીમાં ફિઝિયોથેરાપી નું મહત્વ – ડૉ. દિપક મહેતા, ડૉ.અની જોષી, ઉત્તમ અવસ્થા : યુવાવસ્થા – અશોકભાઈ વ્યાસ, રીઝનીંગ એન્ડ ગવર્મેન્ટ ફોર્મ – પ્રા. રાહુલ પટેલ આ ઉપરાંત અન્ય ઘણાં વિષય ઉપર વાર્તાલાપો થયા હતા. પ્રાથમિક શાળા સુજનીપુરના શિક્ષકો દ્વારા એક દિવસ શિબિરના વિદ્યાર્થીઓને સુંદર ભોજન આપવામાં આવ્યું હતું

શિબિર પૂર્ણાહુતિ પ્રસંગે કોલેજના સ્થાનિક સમિતિના સભ્ય ડૉ. મંગળભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરની પ્રવૃત્તિથી અભિભૂત થયા હતા સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન કોર્ડીનેટર શ્રી ડૉ.પારસ ખમાર દ્વારા મળતું રહ્યું હતું આભાર વિધિ પ્રસંગે તેમણે યુનિવર્સિટી, એન.એસ.એસ વિભાગ, સુજનીપુર સરપંચશ્રી, પ્રાથમિક શાળા, ગ્રામજનો, અધ્યાપક મિત્રો ખાસ ડૉ.રોશની સલવી, પ્રા. પાર્થ જોષી, શાળાના આચાર્ય બેન,શિક્ષક મિત્રો અને ખાસ શિબિરાર્થીઓ નો આભાર માન્યો હતો.