#PATAN_CITY : રોટરી ડિસ્ટ્રીક્ટ ગવર્નર દ્વારા પાટણના બગવાડા ખાતે પક્ષીઘરનું વિતરણ અને પાણીની પરબને ખુલ્લી મુકવામાં આવી..

પાટણના ખોડાભા હોલ ખાતે રોટરી ક્લબની જનરલ મિટીંગ યોજાઇ..

રોટરી કલબનાં આગામી કાર્યક્રમો અંગેની જાણકારી આપવામાં આવી..

રોટરીના ડિસ્ટ્રીક્ટ ગવર્નર અશોક મંગલ પાટણની રોટરી કલબની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. તેમણે પાટણમાં તેમની મુલાકાતોનો સિલસિલો શરૂ કરતાં પૂર્વે પાટણની રાણીની વાવ અને પટોળાની ભાતની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે પાટણના બગવાડા દરવાજે ત્રિકોણીયામાં રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા વટેમાર્ગુઓ માટે ઉનાળાની ધોમઘખતી ગરમીમાં રાહત મળે તે માટે ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કર્યું હતું તથા બગવાડા દરવાજે પક્ષીઘરનું પણ વિતરણ કર્યું હતું.


આ પ્રસંગે રોટરી પ્રમુખ રાજેશ મોદી, પ્રોજેક્ટ ચેરમેન કમલેશ મોદી, વિનોદ જોશી, મંત્રી શૈલેષ સોની, બાબુભાઇ પ્રજાપતિ, હરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રોટરીયનો ઉપસ્થિત રહ્યા હતા. પાટણના ખોડાભા હોલ ખાતે રોટરી ક્લબની જનરલ મિટીંગ યોજાઈ હતી. જેમાં રોટરી કલબનાં આગામી કાર્યક્રમો અંગેની જાણકારી અપાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રોટેરીયનો ઉપસ્થિત રહ્યા