#PATAN_CITY : વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા પરિવારના મોભીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી..

વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા બાદ પણ વ્યાજ ખોરો દ્વારા ધમકીઓ મળતી હતી..

મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી

પાટણમાં 61 વર્ષીય વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.


પાટણ શહેરના વાળીનાથ ચોક , ગોકુલ વાટીકા મકાન નંબર 7 માં રહેતા કાનજીભાઈ રબારીએ 2 લાખ 10 ટકાના વ્યાજે અમરત દેસાઈ, ધમસી દેસાઈ અને દિનેશ દેસાઈ પાસેથી લીધા હતા. જે વ્યાજના પૈસા ચૂકવી દીધા હોવા છતાં કાનજીભાઈ રબારીએ એડવાન્સ પેટે આપેલો ચેક પરત ન આપી વધુ પૈસાની માંગણી કરી ચેક રિટર્ન કેસ કરવાની ધમકી આપી હતી.


વધુ પૈસા માટે વારંવાર માગણી કરી માનસિક ત્રાસ આપી બુધવારે રાત્રે ફોન પર પરિવારને મારી નખવાની ધમકીઓ આપી આત્મહત્યા કરવા મજબુર કરતા કાનજીભાઈએ સૂસાઈડ નોટ લખીને ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર પરીક્ષિત કાનજીભાઈ રબારીએ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે પોલીસે તપાસનો દોર શરૂ કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.