#PATAN_CITY : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન નાં જન્મ જયંતી મહોત્સવ ની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી..

પાટણના છીંડીયા દરવાજા સ્થિત રામજી મંદિરથી રવિવારે ભગવાનની 35 મી રથયાત્રા વાજતે ગાજતે નીકળશે…

રામજી મંદિર ખાતે ભગવાન રામચંદ્ર સહિત સીતામૈયા અને લક્ષ્મણજીની મૂર્તિઓનું પવિત્ર જળથી શુદ્ધિકરણ કરાયું..

ધર્મારણ્ય પાટણ નગરમાં ત્રેતા યુગના અવતારી પુરુષ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની 35મી રથયાત્રાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાટણના શહેરના છીંડીયા દરવાજા સ્થિત ગામતળ રામજીમંદિર ખાતેથી 35મી રથયાત્રા વાજતે ગાજતે શહેરના રાજમાર્ગો પર નીકળશે. ભગવાન રામલલ્લાના આગામી પ્રાગટય દિવસને લઈ આજે ગામતળ રામજીમંદિર ખાતે ભગવાન રામચંદ્ર સહિત સીતામૈયા અને લક્ષ્મણજીની મૂર્તિઓનું પવિત્ર જળથી શુદ્ધિકરણ કરવામાં આવ્યુ હતું.


આગામી રવિવાર ચૈત્ર સુદ નોમના દિવસે યોજાનાર ભગવાન રામલલ્લાની રથયાત્રાને લઈ ગામતળ રામજી મંદિર ખાતે પુજારી દ્વારા ભગવાન રામલલ્લા, લક્ષ્મણજી અને સીતામૈયાની મૂર્તિને ગંગા, યમુના, કાવેરી, ગોદાવરી અને સરસ્વતી નદીના પવિત્ર જળથી અભિષેક કરી મૂર્તિઓનું શુદ્ધિકરણ કરવામાં આવ્યુ હતું. શહેરના છીંડીયા દરવાજા સ્થિત ગામતળ રામજીમંદિર ખાતેથી 35મી રથયાત્રા વાજતે ગાજતે શહેરના રાજમાર્ગો પર નીકળશે.

જેને લઈ રથયાત્રા સમિતિ દ્વારા નિયત કરાયેલા માગૅ પર કમાનો ઊભી કરી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જેમાં જે રુટ ઉપરથી રથયાત્રા પસાર થવાનીછે તેવા તમામ રુટો પર કેસરી ધજા પતાકા, કમાનો, શ્રીરામચંદ્રજીના હોર્ડીંગ્સ, સહિતની તમામ તૈયારીઓ હાથ ધરી તમામ માર્ગોને સુશોભીત કરવામાં આવ્યા છે જેને લઈ શહેરના તમામ જાહેર માર્ગો કેસરી ધજા પતાકાથી લહેરાઈ રહયા છે. શહેરના છીંડીયા દરવાજા બહાર આવેલ ગામતળ રામજીમંદિર ખાતેથી 10મી એપ્રિલને રવિવારના રોજ ભગવાન શ્રીરામની રથયાત્રા યોજવામાં આવશે. તો તમામ નગરજનોને દર્શનનો લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદ રથયાત્રા સમિતિ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.