
લીઓ કલબ ઓફ પાટણ દ્વારા દાતા પરિવાર ના સહયોગથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ શહેરના પટોળા હાઉસ સામે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લીઓ કલબના સભ્યો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો અબોલ જીવોની સેવા માટે શહેરના સેવાભાવી લોકો પાણી નાં કુંડા હોસે હોસે પોતાના ધરે લઈ ગયા હતા અને યુવાનોની સેવાકીય પ્રવૃતિઓ ને બિરદાવી હતી.
