#PATAN_CITY : રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી..

સરસ્વતી તાલુકાના અધાર ગામની કુવારિકા વિધાલયના વિધાર્થીઓ સહિત શિક્ષકોએ પાંચ ગેલેરીઓ ની મુલાકાત લીધી..

વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વર્ષ 1950 માં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ એ છે કે વિશ્વની દરેક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરના લોકોના સ્વાસ્થ્યનું સ્તર ઊંચું લાવવાનો અને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવાનો છે. દરેક વ્યક્તિ સ્વસ્થ રહે અને લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટેજાગૃત થવું જોઈએ, જેથી વિશ્વભરમાં ફેલાતી જતી ગંભીર બીમારીઓને અટકાવી શકાય. જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સંક્રમણ અને ઘણી ખતરનાક બીમારીઓ સામે લડી રહ્યું છે. આવી સ્થિતિમાં આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવણી ની થીમ છે.
પાટણ ખાતે આવેલ સરસ્વતી તાલુકામાં રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો, જે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેથળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
આ ઉજવણીમાં સરસ્વતી તાલુકાની અઘાર ગામની કુંવારીકા માતાજી વિદ્યાલય (સરકારી હાઇ-સ્કૂલ) માંથી ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના ૫૦ જેટલા બાળકો તેમજ તેમના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ બાળકો તેમજ શિક્ષકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ આવેલા શિક્ષક મિત્રો તેમજ બાળકો ને વિશ્વ આરોગ્ય દિવસ વિશેની વિસ્તૃતમાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી. ડો. શાસ્ત્રીએ તમામ વિદ્યાર્થી મિત્રો પાસેથી વહેલા ઉઠવા, કસરત કરવા, યોગ કરવા અને જંક ફૂડ ખાવાનું ટાળવાનું વચન લીધું હતું, જેનો તમામ વિદ્યાર્થીઓએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેના પછી નિષ્ણાત ગેલેરી ગાઇડ ધ્વારા ૫ જુદી-જુદી અત્યાધુનિક ટેક્નોલોજીનો પ્રદર્શિત કરતી ગેલેરીઑ ની મુલાકાત કરાવવામાં આવી હતી. પાટણ જિલ્લામાં આ પ્રકારનો સાયન્સ સેંટર જોઈને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ આનંદ અનુભવ્યો હતો.