#PATAN_CITY : ગાંધીનગર ખાતેથી લીબચ માતાજી નો પગપાળા સંઘ પાટણ આવી પહોંચ્યો…

પગપાળા સંઘ માં નાઈ સમાજ ના લોકો ધજા અને માતાજી ના ગરબાની રમઝટ સાથે જોડાયા..

આદ્યશિકતની આરાધના અને ઉપાસનાનું પાવન પર્વ ચૈત્રી નવરાત્રીમાં ઉત્તર ગુજરાતના શકિતપીઠ સ્થાનકો પર શ્રધ્ધાળુઓ દ્વારા પગપાળા સંઘ યોજી મૈયાનીબાધા માનતા પૂર્ણ કરવામાં આવે છે. ત્યારે પાટણમાં પરંપરાગત મુજબ નાઈ સમાજનો ગાંધીનગર ખાતેથી પગપાળા સંઘ ગુરુવારે શહેરમાં પ્રવેશતા સમગ્ર વાતાવરણ ભકિતના રંગે રંગાઈ ગયુ હતું.
પાટણ શહેરનાં સાલવીવાડા વિસ્તારમાં આવેલ લીંબચમાતાની પોળમાં બીરાજમાન શ્રી લીંબચ માતાનું સ્થાનક નાયી સમાજના લોકો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહયું છે.


નાયી સમાજના કુળદેવી શ્રી લીંબચમાતાના મંદિરે ચૈત્રી અને આસો નવરાત્રીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન ગુજરાતના અન્ય શહેરોમાં વસતા નાયી સમાજના લોકો કુળદેવીને માથુ ટેક્વા અને બાધા માનતા પૂર્ણ કરવા પગપાળા સંઘ લઈને આવતા હોય છે.


ગાંધીનગરથી પાટણ લીંબચ માતા પગપાળા યાત્રા સંઘ પાટણ મુકામે આવી પહોંચ્યો હતો. આ સંઘ શહેરના વિવિધ વિસ્તારમાંથી પસાર થતા સંઘમાં જોડાયેલા પદયાત્રીઓએ મૈયાના ગરબાની રમઝટ બોલાવી હતી.સંઘમાં મહિલાઓ તેમજ અન્ય પદયાત્રી ઓએ મૈયાની ધજા નેજા ધારણ કરી મૈયાની ભકિતમાં લીન થયા હતા.