#PATAN_CITY : ભાજપ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણયુકત આહાર વિતરણનો કાર્યક્રમ યોજાયો..

ગુજરાતમાં એકપણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે સરકાર

હંમેશા કટીબદ્ધ છે : કે.સી પટેલ..

પાટણ નૂતન વિનય મંદિર ખાતે પાટણ શહેર ભાજપ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણયુકત આહાર વિતરણનો કાર્યક્રમ ગુરુવારે યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી કરવામાં આવી છે. ત્યારે સરકારની યોજનાઓ મુજબ રાજ્યભરમાં એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે જીલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.


જે અનુસંધાને પાટણ શહેર ભાજપ દ્વારા પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિ વચ્ચે નૂતન વિનય મંદિર ખાતે આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણયુકત આહાર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એકપણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે સરકાર હંમેશા કટીબધ્ધ છે. ગ્રામ્ય, જિલ્લા અને શાળાકક્ષાએ કુપોષણને નાબુદ કરવા સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે તેવો અનુરોધ કર્યો હતો.


ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડીના બાળકોને પોષણયુકત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર અને જીલ્લાના પદાધિકારીઓ અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.