#PATAN : જિલ્લા ડોક્ટર સેલ નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..

ભારતીય જનતા પાર્ટી સિવાય ની પાર્ટીઓ પરિવાર વાદ સાથે ચાલે છે : કે સી.પટેલ..

પાટણ જિલ્લા માં કુપોષિત ૧૨૫૯ બાળકોને પોષિત બનાવવા અપીલ કરવામાં આવી..

ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા ડોક્ટર સેલ નો સ્નેહ મિલન કાર્યક્રમ સાથે શહેર અને જિલ્લામાં કુપોષિત બાળકો ને સુપોષિત કઈ રીતે બનાવી શકાય તે માટેનો કાર્યક્રમ ગુરૂવારના રોજ શહેરના શાકાર પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ,પાટણ જિલ્લા ડોક્ટર સેલ નાં પ્રભારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાયૅક્રમની શરૂઆતમાં પાટણ જિલ્લા ડોક્ટર સેલ નાં સંયોજક ડો.અંબાલાલ પટેલ સહિત તેમની ટીમ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર નું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કુપોષિત ૬ બાળકોને પોષિત આહારની કીટ ઉપસ્થિત મહાનુભાવો નાં વરદ્ હસ્તે અપૅણ કરવામાં આવી હતી.
કાયૅક્રમની શરૂઆતમાં ડોક્ટર સેલ નાં ડો.અંબાલાલ પટેલે ઉપસ્થિત મહાનુભાવો સહિત પાટણ નાં તબીબો ને આવકાયૉ હતા.તો સિનિયર ડોક્ટરો ને ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે પાટણના પૂવૅ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ એ પાટણ જિલ્લા ડોક્ટર સેલ ની કામગીરી ને બિરદાવી સેવાના લક્ષ સાથે કામ કરી રહેલ ભારતીય જનતા પાર્ટીના કાયૅ માં પાટણ જિલ્લા ડોક્ટર સેલ સહભાગી બની રહે તેવી આશા વ્યક્ત કરી પાટણના ડોક્ટરોની સાથે રહેવાની નેમ જાહેર કરી હતી. પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે પોતાના ઉદબોધન માં જણાવ્યું હતું કે જનસંઘ ની સ્થાપના સમયે તમામ સમાજો ની સાથે ડોક્ટરો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા છે. ત્યારે અન્ય પાર્ટીઓ પારિવારિક બની રહી છે.

પાટણ જિલ્લા ને મેડિકલ કોલેજ આનંદીબેન પટેલ અને નરેન્દ્રભાઈ મોદી ની દેન છે તેઓએ કુપોષણ ને દુર કરવા ડોક્ટર સેલ કામ કરશે તેવી અપીલ કરી હતી. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપ માટે ડોક્ટર સેલ કામ કરી રહી છે ત્યારે જિલ્લા નાં ડોક્ટરો વધુ માં વધુ ભાજપમાં જોડાઈ તે માટે અપીલ કરી જિલ્લા માં ૧૨૫૯ કુપોષિત બાળકો ને પોષિત બનાવવા આહવાન કરી ડોક્ટર સેલ નો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ શહેર સહિત જિલ્લાભર માંથી ડોક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.