#PATAN : વાયડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ને સ્કુલ બેગ ની ભેટ ધરાઈ..

શ્રી વાયડા વણિક વાયડ સંસ્થા તથા શ્રી જેઠાલાલ અ.પરીખ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા બાળકોને કીટ નું વિતરણ કરવામાં આવ્યું..

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 475 વિદ્યાર્થીઓને નિશુલ્ક સ્કૂલ બેગ વિતરણ‌ કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેન્દ્રભાઈ મકવાણાની અધ્યક્ષતામા યોજાયો હતો. બાળકોને આશરે 1.30 લાખની માતબર રકમની સ્કુલ બેગો રમેન્દ્રભાઇ પરીખ પ્રમુખ વાયડા વણિક વાયડ સંસ્થા તથા ટ્રસ્ટીઓ અને શ્રી જેઠાલાલ અ.પરીખ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અર્પણ કરવામા આવી હતી જ્યારે બંદિશભાઈ શાહ વડોદરા તરફથી કલરના 50 બોક્સ અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યુ હતું તો આવતા વર્ષે ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને નિઃશુલ્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ લઈ જવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.


આ પ્રસંગે બંને સંસ્થાઓને શાળા પરિવાર તરફથી સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરી પધારેલ મહેમાનોનું પણ સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વાયડા વણિક વાયડ સંસ્થાના પ્રમુખ રમેન્દ્રભાઈ પરીખ, સુનીલભાઈ શાહ, શશાંકભાઈ શાહ, બંદીશભાઈ શાહ વડોદરા,અજયભાઈ પરીખ મંત્રી, ગીતાબેન પરીખ, કેવળભાઈ પરીખ, કિન્નરીબેન પરીખ, બીટ કેળવણી નિરીક્ષક રમેશભાઈ દેસાઈ તથા ગામના સરપંચ અદેસિહ, તાલુકા પંચાયત સદસ્ય માડણજી, પૂર્વ સરપંચ વિષ્ણુભાઈ દેસાઈ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કમલેશભાઈ , એસએમસી અધ્યક્ષ વિષ્ણુભાઈ, શાળાના આચાર્ય દિપેનભાઇ તથા સમસ્ત શિક્ષક પરિવાર હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાબુભાઇ દેસાઇ વાયડ દ્વારા કરવામાં આવ્યું હતું.