#PATAN : નોરતા દોલતરામ આશ્રમ ખાતે રામનવમી પવૅની સામાજિક એકતા અને વ્યસન મુક્તિ ના કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવશે..

પાટણ તાલુકાના નોરતા ગામે આવેલ સંત દોલતરામ મહારાજ આશ્રમ ખાતે ચાલુ વર્ષે રામનવમી ની ઉજવણી સામાજિક એકતા વ્યસનમુક્તિ અને સંતવાણી થકી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ તાલુકાના નોરતા ગામે આવેલ સંત શ્રી નરભેરામ મહારાજ ની ગાદી આજે પણ પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર ગાદી ઉપર દોલતરામ મહારાજ પણ નરભેરામ મહારાજ ના પંથે ચાલીને સમાજ હિતના કર્યો કરી રહ્યા છે. સંત દોલતરામ મહારાજે શિક્ષણની જ્યોત જગાવી વ્યસનમુક્તિ, કુરિવાજો અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશો આપ્યો છે. નોરતા આશ્રમ ખાતે વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક તહેવારોનું સુંદર આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે તારીખ 10 એપ્રિલ ના રોજ રામનવમી પર્વની ભક્તિમય માહોલમાં ભવ્ય ઉજવણી કરવાનું સુંદર આયોજન દોલતરામ મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે.


રામનવમીએ રાત્રે આશ્રમ ખાતે સામાજિક એકતા વ્યસનમુક્તિ અંગે પૂજ્ય બાપુ અને વિશ્વ ભારતીજી મહારાજ માર્ગદર્શન આપશે ત્યારબાદ ભજન-કીર્તન અને સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં પંથકના લોકોને ઉપસ્થિત રહી દર્શન અને સંતવાણી નો લાભ લેવા સંત શ્રી દોલતરામ મહારાજ નાં અનુયાયીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.