#SIDDHPUR : બિલીયા ગામે નવીન ઓવરબ્રિજના ઉદ્ધાટન પહેલા જ કોન્ટ્રાક્ટર ની બેદરકારીને લીધે અકસ્માત સજૉયો…

અકસ્માત માં ઈજાગ્રસ્ત બનેલ મહિલા ને ન્યાય નહીં મળે તો ઓવરબ્રિજનુ ઉદ્ધાટન નહીં કરવા દેવાઈ…

પાટણ જિલ્લા નાં તાલુકા મથક સિદ્ધપુરના બિલિયા ગામે બનાવેલ ઓવરબ્રિજ ના ઉદ્ઘાટન પહેલા કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગતરાત્રીના સુમારે અકસ્માત સજૉયો હતો જેમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કરી ઈજાગ્રસ્ત મહિલાને ન્યાય નહીં મળે તો નવીન બ્રિજનું ઉદ્ધાટન નહીં કરવા દઈએ તેવી ચિમકી આપી છે. આ અકસ્માત ની મળતી હકીકત મુજબ બિલીયા ખાતે બનાવેલ નવિન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને તેનું લોકાર્પણ ટુંક સમયમાં મંત્રીના હસ્તે કરવામાં આવનાર છે ત્યારે આ નવિન ઓવરબ્રિજ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની સુચનાઓ કે રેડિયમ લાઈટ લગાવ્યા વિના ઓવરબ્રિજના માગૅ પર પથ્થર મુકી દેતા ગત રાત્રીના સુમારે માગૅ પરથી પસાર થતા ઈકકો કારના ચાલકે અંધારાં માં માગૅ પર કોન્ટ્રાક્ટર દ્વારા મુકવામાં આવેલ પથ્થરો નહીં દેખાતાં ઈકકો કાર પથ્થર સાથે ધડાકા ભેર અથડાઈ ડિવાઈડર પર ચડી જતાં કાર મા બેઠેલ એક મહિલા ને ગંભીર ઈજાઓ થવા પામી હતી જેને ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.


બિલીયા ખાતે નવનિર્મિત ઓવરબ્રિજની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી ને લઈને સજૉયેલ અકસ્માત નાં કારણે બિલીયા ગ્રામજનો માં કોન્ટ્રાક્ટરે સામે રોષ ભભુકી ઉઠયો છે તો ગામનાં પૂર્વ સરપંચ દિલીપ પટેલ દ્વારા જ્યાં સુધી ઈજાગ્રસ્ત મહિલાને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ નવીન ઓવરબ્રિજનુ ઉદ્ધાટન નહીં કરવા દેવાની ચિમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે.