#PATAN_SCHOOL : બી ડી એસ વિધાલયને દાતા પરિવાર દ્વારા ઉદાર હાથે દાન અર્પણ કરી માતૃસંસ્થા નું ઋણ અદા કર્યું..

“જનની જણ કા ભક્ત કા સુર કા દાતા” પંક્તિ ને સાર્થક કરતા પાટણ ના ત્રિભુવનભાઈ પટેલ પરિવાર..

પાટણ તા.8
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ માં 20 લાખ શાળાને અને 5 લાખ ભૂતપૂર્વ વિધાર્થી એસોસિએશન ને મળી કુલ 25 લાખની રકમ શુક્રવારના રોજ શાળા નાં ભૂતપૂર્વ વિધાર્થી ત્રિભુવનભાઈ પટેલ પરિવાર દ્રારા અર્પણ કરી માતૃભૂમિ અને માતૃસંસ્થા નું ઋણ અદા કરી ધન્યતા અનુભવી હતી.
માતૃત્ર્ક્ષુણ અને માતૃ સંસ્થા નુ ઋણ અદા કરતા દાતા ત્રિભુવનભાઈ પટેલે જણાવ્યું હતું કે 1955 થી 1959 સુધી શાળા માં પોતે અભ્યાસ કરેલ તે સમયે શાળાએ તેમને આપેલી 1959 માં 1 હજાર ની સ્કોલરશીપ નું આજે તેઓએ ઋણ અદા કર્યું હોવાનું જણાવી તે સમયના ગુરુજનો , દાતાઓ અને શ્રી પાટણ જૈન મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમને NCC કેમ્પ, તેમજ શાળા દ્રારા કરવા માં આવતી દરેક પ્રવુતિઓ તે સમય ની યાદ કરી ભાવ વિભોર થઈ શાળા ની રૂબરૂ મુલાકત લીધી ત્યારે તેઓ શાળા ના વાતાવરણ થી તેમજ શાળા ની વિકાસગાથા અને ડૉ બી આર દેસાઈ આચાર્ય સાથે ના વાર્તાલાભ થી ખુશ થઇ શાળામાં બાળ દેવો ના શિક્ષણ ની માહિતી મેળવી હતી.
રૂપિયા 25 લાખ ની રકમ અર્પણ પ્રસંગે દાતા પરિવાર માં તેમના ધર્મ પત્ની પણ લક્ષ્મી અવતાર થઇ દાન માં સાક્ષી બન્યા હતા.
આ તબક્કે શ્રી પાટણ જૈન મંડળ ના હોદ્દેદારો ડૉ યશવંતભાઈ ઝવેરી, રાજેન્દ્રભાઈ શાહ, ભરતભાઈ શાહ સાથે ટેલિફોન ઉપર જોડાયા તેમજ રૂબરૂ ડૉ અતુલભાઈ અગ્રવાલ, કેતનભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ,જયેશભાઇ પટેલ,જીતુભાઇ જાદવ ની હાજરી માં ડૉ બળદેવભાઈ દેસાઈ આચાર્ય ને ચેક અર્પણ કરી શાળા સાથે જોડાયેલા શુભચિંતકોને શાળાના વિકાસ માટે અભિનંદન પાઠવ્યા હતા.