#PATAN : પરિક્ષાઓમાં ગેરરિતી મામલે અવાજ ઉઠાવનારા વિધાર્થી યુવા નેતા ની ધરપકડ નાં પડધા પાટણ કલેકટર કચેરીમાં ગુંજ્યા…

રાજપુત કરણી સેના, રાજપૂત વિકાસ સમિતિ,યુવા અધિકાર ન્યાય ચળવળ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા.

ભાજપ સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું..

વિધાર્થી નેતાને સામે ની તમામ કલમો રદ્ કરી તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ કરવામાં આવી..

પાટણ તા.8
પાટણ માં રાજપૂત કરણી સેના,યુવા રાજપૂત વિકાસ સમિતિ અને યુવા અધિકાર ન્યાય ચળવળ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઇ યુવરાજસિંહ જાડેજાને જેલ મૂક્ત કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કરી હાયરે ભાજપ હાય હાય હાયરે જીતુ વાઘણી હાય હાય ના નારા લાગાવ્યા હતા.
રાજ્યભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપો કરનાર વિધાર્થીઓના યુવાનેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. જેને લઇ શુક્રવારના રોજ શ્રી રાજપૂત કરણી સેના, યુવા રાજપૂત વિકાસ સમિતિ,યુવા અધિકાર ચળવળ અને યુવાનો વિધાર્થીઓ દ્વારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને જેલ મૂક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.


પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરણીસેના અને ઉત્તર ગુજરાત યુનિ માં પરિક્ષા ની તૈયારી કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી યુવાનેતા યુવરાજસિંહને તાત્કાલિક જેલ મૂક્ત કરવામાં આવે તેવી માગ કરી છે હાયરે ભાજપ હાય હાય, હાયરે જીતુવાઘણી હાય હાય ભાજપ તેરી તાના સાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.


શ્રી રાજપૂત કરણી સેના,યુવા રાજપૂત વિકાસ સમિતિ અને ઉત્તર ગુજરાત યુનિ માં ભરતી ની તૈયારી કરતા યુવા વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે યુવાનેતા યુવરાજસિંહને તાત્કાલિક જેલ મૂક્ત કરવામાં આવે અને તેના પર લગાવેલી કલમો દૂર કરવામાં આવે તેવી માંગ કરી આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની જવાબદારી સરકાર ની રહશે તેવી ચિમકી આપી હતી. પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉપસ્થિત રહી જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.