#SIDDHPUR : દશાવાડા ગામ ખાતે બ્રહ્માણી માતા અને ગોગા મહારાજનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવાયો..

પાટણ તા.8
સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે પ્રજાપતિ હાટવા પરિવાર દ્વારા બ્રહ્માણી માતા,ગોગા મહારાજ,સિકોતર માતા અને સધીમાતાનો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં યોજાયો હતો. ગામમાં માંથી વાજતે-ગાજતે ડી.જે ના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

વર્ષો અગાઉ ગોગા મહારાજ,બ્રહ્માણી માતા, અને સિકોતર માતા તેમજ સધીમાતા જુના મંદિરની જગ્યાએ નવીન મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં શાસ્ત્રોક્ત વિધી સાથે આ તમામ દેવતાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક વિધિ પણ કરવામાં આવી હતી.
વર્ષો બાદ પ્રજાપતિ હાટવા પરિવારના સમસ્ત ભાઈઓએ સાથે મળીને ભારે રંગેચંગે આ ધાર્મિક પ્રસંગ સફળતાપૂર્વક પાર પડયો હતો.આ ધાર્મિક પ્રસંગમાં સોનજીભાઈ પ્રજાપતિ,બાબુભાઈ પ્રજાપતિ,મફાભાઈ પ્રજાપતિ,અમૃતભાઈ પ્રજાપતિ, ઈશ્વરભાઈ પ્રજાપતિ,વિષ્ણુભાઈ સુરેશભાઇ પ્રજાપતિ સહિત હાટવા પરિવારના સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગને દિપાવ્યો હતો.