#PATAN : જિલ્લા રમતગમત અધિકારી દ્વારા જિલ્લા નાં વિકલાંગોને મળતી સુવિધા અન્ય જિલ્લા ફાળવાતી હોવાનાં આક્ષેપ થયાં..

પાટણ જિલ્લા માં વિકલાંગો માટે ખેલ મહાકુંભ નું આયોજન કરવા સહિતના મુદ્દે વિકલાંગો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી..


પાટણ જિલ્લામાં વિકલાંગ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવાની સાથે સાથે જિલ્લાના વિકલાંગો ને ભોગવવી પડતી વિવિધ સમસ્યાઓના ત્વરિત નિરાકરણ બાબતે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામના શ્રી શક્તિ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા અગાઉ કરાયેલ રજુઆત શુક્રવારના રોજ પુનઃ જિલ્લા ના વિકલાંગો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યરત જિલ્લા રમતગમત અધિકારી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શ્રી શક્તિ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ગત તા 2 માચૅ 2022 ના રોજ જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્ર પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી કે પાટણ જિલ્લા નાં વિકલાંગોને ધર આંગણે રમત ગમત નો લાભ મળે તે માટે પાટણ જિલ્લા માં વિકલાંગ ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવે.સાથે સાથે જિલ્લા નાં વિકલાંગોને પુરતાં પ્રમાણમાં રમત ગમત નાં સાધનો ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી રજૂઆત સાથે વિકલાંગોને ભોગવવી પડતી વિવિધ મુશ્કેલી ઓનું પણ નિરાકરણ લાવવા લેખિતમાં કરવામાં આવી હતી

પરંતુ તે લેખિત રજૂઆત નું આજ દિન સુધી નિરાકરણ લાવવા માં આવેલ નથી જ્યારે પાટણ જિલ્લા રમતગમત અધિકારી દ્વારા પાટણ જિલ્લા નાં વિકલાંગોને અન્યાય કરી વિકલાંગોની સુવિધાઓ બહાર ના જિલ્લા નાં લોકો ને પુરી પડાતી હોવાનાં આક્ષેપ લાઠી ગામનાં વિકલાંગ મુકેશ વિનોદચંદ્ર શાહ સહિતના વિકલાંગો દ્વારા કરી પાટણ જિલ્લામાં વિકલાંગ માટે ખેલ મહાકુંભ નું આયોજન કરવા અને વિકલાંગ લોકોને ભોગવવી પડતી વિવિધ સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે પુનઃ લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવાની સાથે જિલ્લા વિકલાંગો ની સમસ્યાનો અંત લાવવા ગુજરાત નાં મુખ્યમંત્રી સહિત દેશના વડાપ્રધાન ને પણ અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.