#PATAN : શનિવારથી જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં સેવા સેતુ કાર્યક્રમના આઠમા તબક્કાનો પ્રારંભ કરાશે..

પાટણ તાલુકાના સમોડા, ચાણસ્મા તાલુકાના મંડલોપ અને સરસ્વતી તાલુકાના મેલુસણ ખાતે આઠમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે..

જનસુખાકારી માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અને આવશ્યક સુવિધાઓનો લાભ નાગરિકોને ઘરઆંગણે જ મળી રહે તેવા ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે સંદર્ભે આગામી તા.09 એપ્રિલ, 2022થી તા.10 સપ્ટેમ્બર, 2022 સુધી જિલ્લાના વિવિધ સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનો આઠમો તબક્કો યોજાશે. જિલ્લાના વિવિધ તાલુકાના ગામોમાં સવારે 09.00 કલાકેથી સેવા સેતુ કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવશે.
આગામી તા.09 એપ્રિલ, 2022ના રોજ ઉંઝા ત્રણ રસ્તા પાસે આવેલી ગુરૂકુલ પ્રાથમિક શાળા ખાતે પાટણ શહેરના વોર્ડ નં.4, 5 અને 6ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જ્યારે નોરતા, સરદારપુર (આંબાપુરા), બોરસણ, નોરતા-તળપદ, નોરતાવાંટા, આંબલીયાસણ, માંડોત્રી, ખાનપુકોડી, સમોડા, સરવા, હમીદપુરા અને બબાસણા ગામના નાગરિકો માટે પાટણ તાલુકાના સમોડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
આ ઉપરાંત મીઠી ઘારીયાલ, બ્રાહ્મણવાડા, છમીછા, ખોખલા, મણીયારી (મણીયારીપરા), મંડલોપ, ઈટોદા, ભાટસર અને ભાટવાસણા ગામોના નાગરિકો માટે ચાણસ્મા તાલુકાના મંડલોપ ખાતે જ્યારે ચારૂપ, નાયતા (નાના-મોટા), વાઘી, ધારૂસણ, વાયડ, ઘચેલી, મેલુસણ, કાલોધી, વેલોડા (નાના-મોટા), રખાવ, વડીયા, ધનાસરા, દેલીયાથરા અને જેસંગપુરા ગામના નાગરિકો માટે સરસ્વતી તાલુકાના મેલુસણ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.