#PATAN : શૈક્ષિક મહાસંઘ ના નેજા હેઠળ શિક્ષકોએ વિશાળ રેલી કાઢી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું..

જૂની પેન્શન યોજના ચાલુ કરવા શિક્ષકોએ માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા..

એક ધારાસભ્ય ને જીતાડી ફુલહાર પહેરવવાની પણ તાકાત છે તો એક ને લીલા તોરણે ઘરે લાવવાની તાકાત છે…

1 મેં નું અલ્ટીમેટમ સરકાર માગણી સ્વીકારે નહીં તો રાજ્યભરના શિક્ષકો ગાંધીનગર ઉમટી આંદોલન કરશે : ભીખાભાઇ પટેલ

પાટણ સહિત રાજયના શિક્ષકો જૂની પેન્શન યોજના પુનઃ અમલમાં મુકવાની સરકાર સમક્ષ માંગ સાથે શૈક્ષિક મહાસંઘ
ના નેજા હેઠળ શુક્રવાર 9 તાલુકા ના શિક્ષકોએ તાલુકા અને જિલ્લા શિક્ષકો ધરણાં કરી આંદોલન આરંભ કરાયો હતો જે નિમિતે આનંદ સરોવર ખાતે મોટીસખ્યાં શિક્ષકો એકત્ર વિવિધ બેનરો સાથે રેલી કાઢી ધારણા કરી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું.15 જેટલા કર્મચારી સંગઠન જોડ્યા હતા


રાષ્ટીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સરકાર સમક્ષ જૂની પેન્શન યોજના પુનઃ અમલમાં મૂકવા માટે અલ્ટીમેટમ આપવા છતાં સરકાર માંગ ન સ્વીકારતા આંદોલનાત્મક રણનીતિ બનાવી હતી જેને લઈ શુક્રવારથી શાળા તાલુકા, જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દિવસે શુક્રવારે શહેર ના આનંદ સરોવર ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો એકત્ર થઈ રેલી યોજી હતી .જે આનંદ સરોવર ખાતે થી નીકળી સુભાષચોક બગવાડા યુનિવર્સિટી રોડ થઈ સિંધવાઈ માતાજી મંદિરે પહોંચી હતી. જ્યાં 30મિનિટ ના ધરણાં કરી રામ ધૂન બોલાવી કલકેટર કચેરીમાં કલેક્ટર ને આવેદન પત્ર આપી સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હમારી માંગે પુરી કરો ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના 15 જેટલા કર્મચારી સંગઠન જોડ્યા હતા


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે જણાવ્યું હતું.હવે શિક્ષકો જાગ્યા છે.સરકાર અને પાર્ટી ના હોદેદારો ને કહેવા માગું છું અમારી વાત ને સ્વીકારો નહીતો આ શિક્ષકો એક ધારાસભ્ય ઘેર લાવવા ના એક ધારા સભ્ય ને જીતાડીને ફુલહાર કરવાની પણ તાકાત છે એક ને લીલા તોરણે ઘરે લાવવાની તાકાત છે અને એક ને ફૂલહાર પહેરાવી ઘોડે બેસાડી ડીજે ના તાલે વિજય સરઘસ કાઢવાની તાકાત ધરાવીએ છીએ અમારી આ તાકાત ને ઓછી ના અકતા કારણે કે 2022 આવે છે.2022માં આ કર્મચારીઓ ને અન્યાય થશે તો સખી લેવાના નથી.

અમે રસ્તા ઉપર ઉતરીશું 1મેં સ્થાપના દીને કર્મચારીઓ ગાંધીનગર માં ધામ નાખશે.અને ગાંધીનગર નું મેદાન ભરી દેશે.1 મેં પણ દૂર નથી 1 મેં સુધી મહોલત આપી છે.ત્યાં સુધી વિચારો અને જૂની પેન્શન યોજના લાગુ કરવા અશ્વાસન આપો પછી ઠરાવ કરજો અને પ્રોસેસ કરજો.ચૂંટણી ના આગળ ના દિવસે કરજો પ્રોસેસ 1 મેં પહેલા કરો નહીતો ગુજરાત ના કર્મચારીઓ 1મેં ની ઉજવણી ગાંધીનગર માં કરવાના છે.