#SAMI : તાલુકાના ચડીયાણા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આરોગ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી..

૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ, મોબાઇલ હેલ્થ યુનિટ ટીમ,ફરતુ પશુ દવાખાનું ૧૯૬૨ ટીમ ની કામગીરી થી ગ્રામજનો અને વિધાર્થીઓ ને માહિતગાર કરાયાં.

સમી તાલુકાના ચડીયાણા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વિશ્વ આરોગ્ય દિવસ અંતર્ગત GVK EMRI ની રાધનપુર ખાતેની મોબાઈલ હેલ્થ યુનિટની ટીમ, ૧૦૮ ઈમરજન્સી સર્વિસની ટીમ તથા ફરતા પશુ દવાખાના ૧૯૬૨ ની ટીમ દ્રારા ગામ લોકો સહિત શાળાના બાળકોને આરોગ્ય વિષયક માહિતી સાથે આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓથી માહિતગાર કરી ૧૦૮ નુ તથા મોબાઈલ હેલ્થ યુનિટ કેવી રીતે કામ કરે છે તેનું ડેમોસ્ટ્રેશન દ્વારા જાણકારી આપવામાં આવી હતી.


વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી પ્રસંગે ચડીયાણા ગામના સરપંચ તથા ચંડીયાણા પ્રાથમિક શાળાના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમી તાલુકા પંચાયતના અધ્યક્ષ,ગામની મહિલા સરપંચ, ઉપ સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો,મોબાઇલ હેલ્થ યુનિટના પ્રોજેક્ટ કો-ઓરડીનેટર તથા મેડીકલ ઓફીસર ૧૦૮ ના મેનેજમેન્ટ ઈન્ચાર્જ (ઈ.એમ.ઈ) તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ વર્ષના વર્લ્ડ હેલ્થ ડે ની થીમ આપણો ગ્રહ આપણું સ્વાસ્થ્ય રાખવામાં આવી છે. આપણું સ્વાસ્થ્ય એ મુખ્યત્વે હવા, પાણી અને ખોરાક પર નિર્ભર હોય છે. આજના દિવસે દરેક વ્યક્તિએ સંકલ્પ લેવો જોઈએ કે શક્ય હોય ત્યાં સુધી હવા, પાણી કે જમીન ને પ્રદુષિત થતી રોકીશું. આપણા ભવિષ્ય માટે આપણે હવા, પાણી અને ખોરાક પ્રદુષણ ને રોકીશું તો જ આપણી આવનારી પેઢીઓ સ્વાસ્થ્યની સંપત્તિ મેળવી શકશે. આપણા ગ્રહનું સ્વાસ્થ્ય હવે આપના હાથમાં છે. હવે એને આપણે તેને કેવી રીતે સાચવીએ છીએ અને કેટલું સાચવીએ છીએ તે આપણા પર નિર્ભર હોવાનું સમજાવ્યું હતું.