#PATAN_SCHOOL : જિલ્લાની તમામ પ્રા.શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્વચ્છ પાણી ઉપલબ્ધ બનાવવા “સ્વચ્છ જલ અભિયાન” હાથ ધરવામાં આવ્યું..

પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક શાળાઓના પાણી નાં ટાંકા અને પરબની ચકાસણી હાથ ધરવામાં આવી..

પાટણ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓના પાણીના ટાંકા તથા પાણીની પરબની ચકાસણી કરવાની કામગીરી સ્વચ્છ જલ અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવી હતી અને તમામ શાળાઓને સ્વચ્છ જલ બાબતે પૂરતી તકેદારી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.


સ્વચ્છ જલ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ પ્રત્યેક બાળકને શાળામાં પીવાનું ચોખ્ખું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે દિશામાં જિલ્લાના તમામ બી.આર.સી કૉ ઓર્ડીનેટર, સી.આર.સી.કો-ઓર્ડીનેટર, બીટ કેળવણી નિરીક્ષક તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા વિદ્યાર્થી હિતમાં કરેલા સ્વચ્છ જલ અભિયાન ની પ્રવૃતિ ના પ્રશંસનીય પ્રયાસની ચોમેરથી લોકો અને શિક્ષણ જગતમાં સરાહના થઈ રહી છે.