#PATAN_SCHOOL : શ્રી વી.એમ. દવે પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરાઇ..

પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલ શ્રી વી.એમ. દવે પ્રાથમિક અને માધ્યમિક શાળામા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજન થકી વિદ્યાર્થીઓમાં રહેલી તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો હતો.
શાળા ખાતે આયોજિત સ્પર્ધાઓમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મીમીક્રી, નિબંધ સ્પર્ધા તેમજ ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


સ્પર્ધામાં વિજેતાઓને નંબર આપીને ઇનામો આપવામાં આવ્યા હતા તો ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓની તૈયારી માટે શાળાના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળા નાં શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.પ્રોગ્રામોનું સંચાલન દીપાબેન મિસ્ત્રી, કપિલાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

આવનાર સમયમાં વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલુ થતી હોવાથી પરીક્ષામાં સારા ગુણ મેળવીને પાસ થાય અને સ્કૂલ, માતા પિતા, સમાજનું નામ રોશન તેવા આશિર્વાદ શાળાના સંચાલક જયેશભાઈ વ્યાસે પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શાળા સુપરવાઇઝર શ્રીમતી મમતાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.