#PATAN_CITY : ભાજપ યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા અંતગર્ત બાઈક રેલી યોજાઇ..

ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટ નું ઉષ્માભર્યું સ્વાગત કરાયું..

ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો પ્રશાંત કોરાટની આગેવાની હેઠળ આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા શુક્રવારની સમી સાંજે પાટણ શહેર માં આવી પહોંચતા પાટણ શહેર અને જિલ્લા નાં યુવા મોરચાના કાયૅકરો દ્વારા શહેરના સરસ્વતી ઓવરબ્રિજ થી ભવ્ય બાઇક રેલી સાથે યાત્રા નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાટણ શહેર ખાતે આવી પહોચેલ આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા અંતગર્ત આયોજિત આ બાઈક રેલી સરસ્વતી ઓવરબ્રિજ થી પ્રસ્થાન પામી ટી બી ત્રણ રસ્તા, રેલવે સ્ટેશન થઈને બગવાડા દરવાજા ખાતે સંપન્ન બની હતી. ત્યારબાદ સભાના રૂપ માં ફેરવાઈ હતી.


બગવાડા દરવાજા ખાતે આયોજિત જાહેર સભા માં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાત કોરાટ સહિતના યુવા આગેવાનો કાયૅકરો સહિત પાટણ જિલ્લા શહેર નાં આગેવાનો અને હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત યાત્રા ને પાટણ શહેર અને જિલ્લામાં સફળ રીતે પાર પાડવામાં પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ, ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ પ્રજાપતિ સહિતના પાટણ જિલ્લા/શહેર પદાધિકારીઓ, પ્રદેશ/જિલ્લા/શહેર મોરચા પદાધિકારીઓ, શકિત કેન્દ્ર સંયોજકો/પ્રભારીઓ, નગર સેવકો, બુથ પ્રમુખો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.