#CHANASMA : નગર પાલિકા દ્વારા બાકી વેરા મિલકત ધારકો ની મિલકતો સિલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી..

પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ વેરા વસૂલાત ઝુંબેશ ને લઈને બાકી વેરા મિલકત ધારકો માં ફફડાટ ફેલાયો..

ચાણસ્મા નગરપાલિકાના વર્ષો જૂના બાકી વેરા ભરપાઇ નહીં કરનાર દુકાનદારો સામે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી સાથે બાકી વેરા દુકાનો પર નોટીસ મારી સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતાં પાલિકાના બાકી વેરા દારોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ચાણસ્મા નગર પાલિકાની વેરા શાખા દ્વારા ચાણસ્મા શહેરના બાકી વેરા મિલકત ધારકો સામે વેરા ભરપાઇ કરવાની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે પાલીકા દ્વારા જે મિલ્કત ધારકો ના વેરા બાકી છે

તેની ભરપાઈ નહીં કરનાર મિલ્કત ધારોકોના નળ કનેકશન તેમજ ગટર કનેકશની સુવિધાઓ બંધ કરવાની સાથે દુકાનો પર નોટીસ મારી સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સ્તવરે બાકી નિકળતા વેરા મિલકત ધારકો દ્વારા ચાણસ્મા નગરપાલીકા કચેરી માં પોતાની બાકી વેરાની રકમ ભરપાઈ કરી જવા પાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ચાણસ્મા નગર પાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો સામે વેરા વસૂલાત ની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતાં બાકી વેરા મિલકત ધારકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.