#SARASWATI : તાલુકાના મેલુસણ ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો..

શનિવારના રોજ ૮ મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સરસ્વતી તાલુકા ના મેલુસણ ગામ થી કરવામાં આવ્યો હતો જેમાં 14 ગામના લોકોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઘર આંગણે લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં મદદનીશ કલેકટર સચિન કુમાર, સરસ્વતી મામલતદાર કે.કે .રણાવાસિયા, તાલુકા વિકાસ અધિકારી સી બી લીંબાચિયા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.