#PATAN_HNGU : યુનિવર્સિટીના ગણિત વિભાગ ખાતે એમએસસી સેમ.4 ના વિધાર્થીઓનો વિદાયમાન અને ફેરવેલ કાર્યક્રમ યોજાયો

અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનાર તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં આગવી પ્રતિભા ધરાવતા વિધાર્થીઓને સન્માનીત કરાયા..

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ગણિત વિભાગ ખાતે એમએસસી સેમ.4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અંતિમ વર્ષ પૂર્ણ થતા ગણિત ભવન ખાતે વિધાર્થીઓનો વિદાયમાન સમારોહ અને ફેરવેલ કાર્યક્રમ યોજાયો હતો.
યુનિવર્સિટીના ગણિત ભવન ખાતે રજીસ્ટાર ડો. ડી.એમ. પટેલની ઉપસ્થિતિ વચ્ચે ગણિત વિભાગના એમ.એસ.સી. સેમ.4ના વિધાર્થીઓનો વિદાયમાન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે એમએસસી સેમ.4 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોની પણ સુંદર રજુઆત કરવામાં આવી હતી.


આ પ્રસંગે ગણિત વિભાગના તજજ્ઞ પ્રોફેસરે જણાવ્યું હતું કે, કોઇપણ વ્યકિતની વિદાય હંમેશા વસમી હોય છે. એમાંય ખાસ કરીને દિકરીની વિદાય ખુબજ વિરહભરી હોય છે…તમે આજે વિદાય લઈ રહયા છો તેનો મતલબ એ નથી કે તમે અમારા હૃદયથી દુર થઈ રહ્યા છો. તમે હંમેશા અમારી સાથે જ છો તેવો આશાવાદ વ્યકત કરી વિદાય લઇ રહેલ વિધાર્થીઓને તેમના ઉજજવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.


તો આ પ્રસંગે ઉપસ્થિત રજીસ્ટાર ડો. ડી.એમ.પટેલના હસ્તે અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનાર તેમજ વર્ષદરમ્યાન યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં આગવી પ્રતિભા ધરાવતા વિધાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનીતરવામાં આવ્યા હતા.ગણિત વિભાગના એચઓડી, પ્રોફેસરો કર્મચારીઓ, તેમજ એમએસસી અભ્યાસક્રમના જુનીયર અને સીનીયર વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.