#PATAN : પદ્મભૂષણ એવોર્ડ વિજેતા પ.પૂ.સ્વામી શ્રી સચ્ચિદાનંદજી નો સન્માન સત્કાર સમારોહ યોજાયો..

પાટણ રોડ પર નાં ઉંઝા વૃધ્ધાશ્રમ ખાતે વિવિધ મહાનુભાવો દ્વારા સચ્ચિદાનંદજી નું મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું..

પદ્મભૂષણ પ.પુ.શ્રી સ્વામી સચ્ચિદાનંદજી નો સન્માન સત્કાર સમારોહ કાયૅક્રમ શનિવારના પવિત્ર દિવસે પાટણ રોડ પર આવેલ ઉંઝા નાં વૃધ્ધાશ્રમ ખાતે વિવિધ મહાનુભાવોની ખાસ ઉપસ્થિત આયોજિત કરવામાં આવ્યો હતો.


રાષ્ટ્રપતિ નાં વરદ્ હસ્તે પદ્મભૂષણ એવોર્ડ વિજેતા પ.પુ.સ્વામી શ્રી સચ્ચિદાનંદ જી કે જેઓએ હિન્દુ સંસ્કૃતિ અને શાસ્ત્રો ને ઉજાગર કરતાં ગીતા, રામાયણ અને મહાભારત સહિતના પુસ્તકો લખીને તેના ઉપર અનેક પ્રવચનો આપી કાંતિકારી સંત તરીકે ની નામનાં પ્રાપ્ત કરી ગુજરાતી સાહિત્ય નો રધુવીર ચંદ્રક એવોર્ડ પ્રાપ્ત કરી સેવા પરમો ધર્મ ને પોતાનો જીવન મંત્ર બનાવ્યો હોય જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા તેઓને પદ્મભૂષણ એવોર્ડ થી રાષ્ટ્રપતિ નાં વરદ્ હસ્તે સન્માનિત કરવામાં આવતાં આ સન્માન કાર્યક્રમ યોજાયો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.


સ્વામી શ્રી સચ્ચિદાનંદજી ના સન્માન સત્કાર સમારોહ પ્રસંગે ઉંઝા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ઉંઝા નગર પાલિકાના પ્રમુખ, ઉંઝા માર્કેટયાર્ડના ચેરમેન,પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ઓ, વૃધ્ધાશ્રમ નાં સંચાલકો સહિત મોટી સંખ્યામાં પ્રબુધ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજનું વિવિધ મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.