#PATAN : ચૈત્રી નવરાત્રી નાં પાવન પ્રસંગે પાટણના શક્તિપીઠ શ્રી લીમ્બચમાતાજી નાં મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..

મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ એ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી..

શકિતનું મહાપર્વ એટલે ચૈત્ર અને આસો માસની નવરાત્રીમાં મૈયાની શ્રધ્ધા, ભકિત અને આસ્થાપૂર્વક પૂજાઅર્ચના કરવામાં આવે છે. પાટણ નગરમાં ચૈત્રી નવરાત્રીને લઈ વિવિધ શકિતપીઠ સ્થાનકો પર અનુષ્ઠાનો સહિત યજ્ઞની વિધીઓ યોજાઈ હતી. જે અનુસંધાને શહેરના સાલવીવાડા વિસ્તારમાં લીંબચમાતાની પોળ ખાતે આવેલ લીંબચમાતાના સ્થાનકે નાઈ સમાજ સહિત અન્ય સમાજના લોકો શ્રધ્ધા ભક્તિ સાથે દશૅન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ત્યારે ચૈત્રી નવરાત્રીમાં આ સ્થાનક પર સમગ્ર ઉત્તર ગુજરાત માંથી મોટી સંખ્યામાં નાઈ સમાજના શ્રધ્ધાળુ ભકતો પોતાની બાધા માનતા પૂર્ણ કરવા આવે છે શનિવારે આઠમના પાવન દિવસે મૈયાના સ્થાનકે પરંપરાગત મુજબ નવચંડી યજ્ઞ યોજાયો હતો. જ્યાં યજમાન પરીવારે યજ્ઞમાં શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ આહુતિઓ હોમી ધન્યતા અનુભવી હતી. તો વિજય મુર્હુતમાં મૈયાના મંદિર શીખર પર ધજાદંડનું આરોહણ કરવામાં આવ્યું હતું..આ પ્રસંગે હવનનાં દર્શન માટે શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડતા સમગ્ર વાતાવરણ મૈયાની ભકિતના રંગે રંગાઈ ગયુ હતું.