#PATAN_CITY : શોભા સમાન આનંદ સરોવર નુ પાલિકા દ્વારા રૂ 25 લાખના ખર્ચે રિનોવેશન હાથ ધરવામાં આવ્યું..

આનંદ સરોવર નાં રિનોવેશનનુ પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી સહિત પાલિકા સત્તાધીશો દ્વારા ખાતમુહૂર્ત કરાયું..

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કામો ધમધમતા કરવામાં આવ્યા છે ત્યારે શનિવારના રોજ પાટણ પાલિકા દ્વારા વોર્ડ નંબર 6 મા લોક ભાગીદારી થી બનાવાયેલા આનંદ સરોવર ના બ્યુટીફીકેશનના કામોનુ ખાતમુહૂર્ત ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું.


પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સરકાર માંથી મળતી વિવિધ વિકાસલક્ષી ગ્રાન્ટ માંથી શહેરનાં વિકાસ કામો ધમધમતા કરવામાં આવ્યા છે ત્યારે શહેરની શોભા સમાન અને લોક ભાગીદારી થી નિમૉણ કરવામાં આવેલ વોડૅ નં 6 માં આવતાં આનંદ સરોવરના ક્લેવર બદલવા રૂ 25 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે

ત્યારે આનંદ સરોવરના બ્યુટી ફિકેશનના શનિવારના રોજ આયોજીત ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં કરાતા વિકાસ કામો ની સરાહના કરી હતી. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, વિસ્તારના કોર્પોરેટરો સહિત પાટણનાં પ્રબુધ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.