#PATAN : સેવા પરમો ધર્મ ને જીવન મંત્ર બનાવનાર અને પદ્મભૂષણ એવોર્ડ થી સન્માનિત પ.પુ.સંત શ્રી સચ્ચિદાનંદજી મહારાજનું પાટણ જગદીશ મંદિર દ્વારા ભવ્ય સન્માન કરાયું..

જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી સહિત નાં ટ્રસ્ટીઓ દ્વારા પટોળા શાલ અને પરશુરામ ભગવાન પ્રતિમા અપૅણ કરવામાં આવી..

પાટણ જગન્નાથ મંદિર પરિસર માં સુવિધા સંપન્ન સત્સંગ હોલ માટે લાખો રૂપિયાનું સખાવત આપનાર અને સેવા પરમો ધર્મ ને પોતાનો જીવન મંત્ર બનાવનાર
પરાક્રમી , વીર, દાનવીર અને સરસ્વતી પુત્ર એવા સંત સ્વામી સચ્ચીદાનંદ મહારાજ ને ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણ નો ખિતાબ એનાયત કરવામાં આવતા તેઓનુ શનિવારના રોજ પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સહિત નાં ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરી ધન્યતા અનુભવી હતી.


સરકાર દ્વારા સચ્ચિદાનંદજી સ્વામીજી નાં સેવા કાર્યો ની વિશેષ નોંધ લઇને તેઓને પદ્મભૂષણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવતાં તેમનાં અનુયાયીઓ સહિત ગુજરાતના લોકો એ ગૌરવ ની લાગણી અનુભવી છે. ત્યારે શનિવારના રોજ પ.પુ.શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ માટે આયોજિત કરવામાં આવેલ સન્માન સત્કાર સમારોહ પ્રસંગે પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પીયૂષભાઈ આચાર્યે એ સ્વામીજીને પાટણનાં પટોળાની શાલ અને ભગવાન પરશુરામ નું સ્મૃતિ ચિન્હ પણ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.


ભારતમાં એક માત્ર એવા સંત કે જેઓ દ્વારા જ્યાં જ્યાં સારી પ્રવૃત્તિ થતી હોય ત્યાં પોતે જુદી જુદી સંસ્થાઓને લાખો રૂપિયાનું દાન અપૅણ કરી રહ્યા છે પાટણ જગન્નાથ મંદિર પરિસર ખાતે પણ સુવિધા પૂણૅ સત્સંગ હોલ બનાવવા સ્વામીજીએ લાખો રૂપિયાનું દાન આપેલું હોય પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર સ્વામીજી નો ઋણી હોવાનું મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.