#PATAN : આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચારે ચાર બેઠકો ઉપર પંજો છવાવો જોઈએ : રધુભાઈ દેસાઈ…

વારાહી સર્કિટ હાઉસ ખાતે સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી બેઠક યોજાઇ..

પાટણ જિલ્લાના વારાહી ખાતેના સર્કિટ હાઉસ ખાતે શનિવારના રોજ રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ખાસ ઉપસ્થિત માં સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ. કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા સાંતલપુર પંથકના કોંગ્રેસ નાં અગ્રણીઓ અને કાર્યકરો ને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ આરંભી દેવા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ આહવાન કર્યું હતું

અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચારે ચાર વિધાનસભા બેઠકો ઉપર પંજો છવાઈ તે માટે અપીલ કરી ચુંટણી લક્ષી માગદશૅન સાથે આગામી કાર્યક્રમો ની ચચૉ વિચારણા કરવામાં આવી હતી. સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ ની મળેલી કારોબારીમાં બેઠકમાં જાહિદખાન મલેક (પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ) તેમજ તાલુકા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, સંયોજકો, આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.