#CHANASMA : નગરપાલિકા પ્રમુખ તરીકે નવ નિયુક્ત વિષ્ણુભાઇ પટેલે શહેરના વિકાસને વેગવંતો બનાવવા ખાતરી આપી..

ચાણસ્મા પાલિકા પ્રમુખ નું વોર્ડ નં:-૩ ના રહિશો દ્વારા સન્માન કરાયું..

ચાણસ્મા નગરપાલિકા માં નવા વરાયેલા પ્રમુખ વિષ્ણુભાઇ ગણેશદાસ પટેલ નો શનિવારના રોજ વોડૅ નં.૩ ના રહિશો દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.આજ વોર્ડ ના કોર્પોરેટર તરીકે લોક ચાહના મેળવનાર અને તાજેતરમાં જ પાલિકા પ્રમુખ તરીકે સત્તારૂઢ થયેલા વિષ્ણુભાઈ પટેલે શહેરના વિકાસને વેગવંતો બનાવવા ખાતરી આપી હતી.
આ પ્રસંગે રામજીમંદિર ના મહંતે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા.


આ સન્માન કાર્યક્રમ માં ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ, મંત્રી અશ્વીનભાઇ પટેલ, મહામંત્રી કિરણભાઈ ભરતભાઈ પટેલ, ઉમેશભાઈ પટેલ,રંગુભાઈ દરબાર,ચંદ્રકાન્તભાઇ પટેલ તથા નગરપાલિકા ના કોર્પોરેટરો સહિત વિસ્તારના પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મસન્માન સમારંભ ના યજમાન નો લાભ નાઇ સીતાબેન સોમાભાઈ પરીવારે લીધો હતો.