#RADHANPUR : ભાજપના આગેવાનો ની ઉપસ્થિતિ માં વિજય સંવાદ સભા યોજાઇ..

દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી નાં સૈનિક તરીકે કામ કરી પાટણ જિલ્લા ની ચારેય વિધાનસભા બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાવો : જિલ્લા ભાજપ પ્રમુખ..

પાર્ટી જેને પણ ટિકિટ આપે તેને જંગી બહુમતીથી વિજય બનાવી વિસ્તારના વિકાસમાં સહભાગી બનીશું : અલ્પેશ ઠાકોર..

પાટણ તા.૧૦
ભારતીય જનતા પાર્ટી દ્વારા જલારામ પાર્ટી પ્લોટ રાધનપુર ખાતે રાધનપુર વિધાનસભાના કાર્યકર્તાઓની વિજય સંવાદ સભા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને વિશાળ કાયૅકતૉઓ અને આગેવાનો ની ઉપસ્થિતિ વચ્ચે યોજાઈ હતી. વિજય સંવાદ સભાને સંબોધતા જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી નાં આપણે સૌ સિપાઈઓ છીએ ત્યારે આપડા મોવડી મંડળ ની અપીલને આપણે સૌએ અનુસરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચારે ચાર બેઠકો સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપનો ધ્વજ લહેરાવી ગુજરાત નાં વિકાસ માટે સહભાગી બનવા આહવાન કર્યું હતું.


આ વિજય સંવાદ સભામાં રાધનપુર -સાંતલપુર -સમી પંથકના ભાજપના દરેક મંડળના પ્રમુખો, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના ચેરમેનો-સદસ્યો, તેમજ અન્ય કાર્યકરો હાજર રહ્યાં હતાં. અને આગામી ભાજપના કાર્યક્રમો અને આ વિસ્તારને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે ઝડપી કાર્યો કરવાની ખેવના ઝંખી હતી.
આ સભામાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે આ વિસ્તાર માટે ભાજપા સરકાર સદા ચિંતિત અને કાર્યશીલ છે તેમ જણાવી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ જેને પણ મળે તેની સાથે રહી વિકાસના કામો કરવાની ખાતરી આપતા કાર્યકર્તાઓ એકજ અવાજ થઈ આવનાર વિધાનસભા ભાજપની બને તે માટે કટિબદ્ધ બને તે માટે અપીલ કરી હતી.


આ જંગી સંવાદ સભા માં સાંતલપુર વિસ્તારના કોંગ્રેસના 100 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતાં જેઓને ઉપસ્થિત આગેવાનોએ ભાજપનો ખેસ પહેરાવી આવકાયૉ હોવાનું પાટણ જિલ્લા ભાજપ મીડિયા વિભાગના કન્વીનર જયેશ દરજી, સહ કન્વીનર જગમાલભાઇ નાડોદા,
સંગીતાબેન જોશી, ભાનુભાઇ પંડ્યા અને રણજીતસિંહ ચૌહાણે જણાવ્યું હતું.