#CHANASMA : જાયન્ટ્સ ચાણસ્મા દ્વારા નિઃશુલ્ક ઠંડા મિનરલ પાણી ની પરબ ને ખુલ્લી મુકવામાં આવી..

પાટણ તા.૧૦
ચાણસ્મા બસ સ્ટેન્ડની બાજુમાં લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ ના ગેટ નીચે દાતા સ્વ.કોકિલાબેન ભરતભાઇ પી.પટેલ (ગામી) શેઠ સ્વ.ડાહ્યાભાઈ જે.ભાવસાર ,ડૉ.દીનેશચંદ્ર કે.પટેલ ચાણસ્મા હાલ બરોડા, અબ્દુલભાઇ શેરખાન ચૌહાણ વડાવલીના સહયોગથી ચાણસ્મા જાયન્ટૃસ દ્વારા રવીવાર નાં રોજ ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી હતી.
આ સેવાકાર્ય નાં પ્રારંભ પ્રસંગે જાયન્ટ્સ પ્રમુખ વસંતભાઈ કે.પટેલ,સંજયભાઈ ભાવસાર,ઉપ પ્રમુખ ચંદુભાઈ પટેલ,મંત્રી નારણભાઇ રાવળ, પ્રોજેકટ ચેરમેન અરવિંદભાઈ દરજી વકીલ,વિષ્ણુભાઈ પ્રજાપતિ,પ્રવીણભાઈ રાવલ, દિનેશભાઇ પટેલ,પ્રવીણભાઈ સુથાર સહિતના સભ્યો હાજર રહ્યા હતા.


ચાણસ્મા નગર અને આજુબાજુથી આવતા જતા તમામ રાહદારીઓ નિઃશુલ્ક ઠંડા મિનરલ પાણીનો લાભ લઇ શકે તેવા ઉમદા હેતુથી આ પરબ સતત ત્રણ થી ચાર માસ સુધી વરસાદ ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેવું જાયન્ટૃસ પરિવારે જણાવ્યું હતું.