#SAMI : સમી-ઝીલવાણા માગૅ પર અગમ્ય કારણોસર ટ્રક પલ્ટી ખાઇ જતા ચાલક ગંભીર રીતે ઘવાયો..

સમી 108 ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો..

પાટણ તા.૧૦
પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારી પસાર થતા વાહનચાલકો દ્વારા નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો ની સાથે સાથે ક્યારેક-ક્યારેક વાહન પલ્ટી ખાઈ જવાનાં બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે રવિવારની સવારે ઝીલવાણા રોડ પર માલ ભરેલી ટ્રક અગમ્ય કારણોસર પલટી ખાઈ જતાં ચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે સમી 108 એમ્બ્યુલન્સ ને કોલ મળતા
ઇએમટી વિજેન્દ્ર ડોડીયા અને પાયલોટ સન્ની પરમારે તાત્કાલિક ધટના સ્થળે પહોંચી મહિસાગર જિલ્લાના સાવલી નાં ઈજાગ્રસ્ત ડ્રાઇવર હષૅદબાઈ કાળાભાઈને માથાના ભાગે ઈજા થયેલી હોય પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ સમી ખાતે ખસેડવામાં આવ્યો હતો.