#PATAN : કુણાલ નર્સિંગ હોમ વિમેન્સ હોસ્પિટલનો નવા રંગરૂપ સાથે પ્રારંભ કરવામાં આવ્યો..

ડો.નિતિન પટેલ અને ડો.કેતનસિહ ઝાલા દ્વારા સુવિધા યુકત સારવાર ઉપલબ્ધ બનાવવા કરાયેલ સાહસને ઉપસ્થિત મહાનુભાવોએ સરાહનીય લેખાવ્યુ..

પાટણ તા.૧૦
પાટણ શહેરે મેડિકલ ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરી છે ત્યારે પાટણ શહેરના જુના બસ સ્ટેશન રોડ પર આવેલ રળિયાત ચેમ્બસૅ ખાતેના પ્રથમ માળે વર્ષો થી ગાયનેક તબીબ તરીકે સેવા આપતાં મણુદ ગામના વતની ડો.નિતિન પટેલની કુણાલ નર્સિંગ હોમ વિમેન્સ હોસ્પિટલે આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે ડો.નિતિન પટેલ દ્વારા સમયની સાથે આરોગ્યની સારી સુવિધા ઉપલબ્ધ બનાવવા પોતાના કુણાલ નર્સિંગ હોમ વિમેન્સ હોસ્પિટલને નવું રૂપ રંગ આપી મેડિકલ ની આગવી સુવિધા ઉપલબ્ધ બનાવી લોક સેવાની ભાવના સાથે રવીવાર નાં રોજ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે નવીન હોસ્પિટલ નો શુભારંભ કર્યો હતો.


ડો.નિતિન પટેલ ની સાથે સીતાપુર વાળા ડો.કેતનસિહ ઝાલા પણ આ સુવિધા સંપન્ન હોસ્પિટલમાં પોતાની સેવાઓ આપનાર હોય રવીવાર ના રોજ નવીન રૂપરંગ સાથે કાયૅરત બનાવવામા આવેલ કુણાલ નર્સિંગ હોમ વિમેન્સ હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ, સહકારી અગ્રણી દશરથભાઈ પટેલ,પાટણ જિલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના રાજકીય-સામાજિક આગેવાનો, તબીબો સહિત પાટણનાં પ્રબુધ્ધ નગરજનો એ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
દરેક ઉપસ્થિત મહાનુભાવો નું ડો.નિતિન પટેલ અને ડો.કેતનસિહ ઝાલાએ શાબ્દિક સ્વાગત સાથે આવકાયૉ હતા.