#PATAN_CITY : ઝીણીપોળમાં આવેલ રામજીમંદિરમાં રામનવમી નિમિત્તે કથા સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા..

પાટણ તા.૧૦
મયૉદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી નાં રવીવાર નાં રોજ જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે પાટણના રામજી મંદિરો માં વહેલી સવારથી જ રામ ભક્તોની દશૅન માટે ભીડ જોવા મળી હતી ત્યારે પાટણ શહેરના ઝીણપોળમાં આવેલ રામજી મંદિર ખાતે પણ રામનવમીની ધામધૂમથી ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાઈ હતી.


રામનવમી પવૅની ઉજવણી નાં ઉપલક્ષ્યમા મંદિર પરિસર ખાતે રામજી ભગવાનની કથા સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. કથા નાં યજમાન પદે પ્રતીક કુમાર ધર્મેન્દ્રભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની પાયલબેન પ્રતીકકુમારે લ્હાવો લીધો હતો જેનાં શ્રવણ પ્રસાદ નો લાભ વિસ્તારના રહીશો સહિત મહોલ્લાના લોકોએ ઉપસ્થિત રહી લાભ લઈ ધન્યતા અનુભવી હતી.