#PATAN_CITY : 800 વર્ષ જુના રાઘવેન્દ્ર સરકારના રામજી મંદિરમાં રામ જન્મ જયંતી પવૅની ઉજવણી કરવામાં આવી..

ભક્તોએ ભગવાન શ્રી રામચંદ્રજીનું પારણું ઝુલાવવાનો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા.૧૦
પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ 800 વર્ષ જુના રાઘવેન્દ્ર સરકારના રામજી મંદિરમાં ધામધૂમથી શ્રી રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
વહેલી સવારથી જ ભાવિક ભક્તો એ ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન પૂજન સાથે પારણું ઝુલાવવાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.


પાટણ શહેરમાં ભદ્ર કચેરી વિસ્તારમાં શ્રી રાઘવેન્દ્ર સરકારનું લગભગ 800 વર્ષ જૂનું રામજી મંદિર આવેલું છે .જ્યાં આજે રામનવમીએ ભગવાનની સવારે આરતી અને પૂજા કરાઇ હતી. બપોરે બાર વાગ્યે ભગવાનના જન્મનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું. તો રામજી ભગવાનને લાકડાના ઘોડા વાળા સજાવેલા રથમાં આરૂઢ કરાયા હતા. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તિએ લઈને રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.