પાટણના ગામ રામજી મંદિર ખાતે થી પ્રભુ શ્રી રામ લલ્લાની ભકિત સંગીત નાં સુરો વચ્ચે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી..

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામની 35 મી શોભાયાત્રામાં રાજકિય, સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં રામ ભકતો જોડાયા..

શોભાયાત્રા પૂર્વ દાતા પરિવાર ના બહુમાન સાથે રામ લલ્લાની મહાઆરતી ઉતારવામાં આવી..

ભગવાન શ્રી રામચંદ્રજી,માતા સીતા અને ભાઈ લક્ષ્મણ ચાદી મઢીત રથમાં બિરાજમાન થઈ ભકતોને દશૅન આપવા નગરચયૉ એ નિકળતા વાતાવરણ ભગવાન શ્રી રામ મય બન્યું..

શોભાયાત્રામાં બેન્ડ,ડી.જે,સહિત વિવિધ ઝાંખીઓએ સાથે રાક્ષસી ટોળી આકર્ષણનું કેન્દ્ર બની..

પાટણ તા.૧૦
પાટણ શહેરમાં છીડીયા દરવાજા નજીક આવેલા સમાલપાટી નાં ગામ રામજી મંદિરથી રવિવારે બપોરે 2 કલાકે ભગવાન શ્રી રામ ભાઈ લક્ષ્મણ અને માતા જાનકી ચાંદી મઢીત રથમાં બિરાજમાન થઈ ભકતોને દશૅન આપવા નગરચયૉ એ નિકળતા વાતાવરણ ભગવાન શ્રી રામ મય બન્યું હતું.


ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભાયાત્રા પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દાતા પરિવાર નું બહુમાન કરી ઉપસ્થિત દાતાઓ, રાજકીય આગેવાનો દ્વારા રામ લલ્લાની મહા આરતી ઉતારી 35 મી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રામાં વિવિધ બેન્ડ,ડી.જે.સહિતની ઝાંખીઓ સાથે રાક્ષસી ટોળકી આકષૅણ નું કેન્દ્ર બની હતી. શોભાયાત્રા નાં માર્ગો ઉપર વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને મંડળો દ્વારા ભક્તો માટે ઠંડાપાણી, શરબત, છાશ, આઈસ્ક્રીમ, નાસ્તો સહિતના સેવા કેમ્પો કાયૅરત બનાવવામા આવ્યા હતા.


શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.


વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામચંદ્રજી ની 35 મી શોભાયાત્રા પ્રસંગે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ,પાટણ પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત નાં પૂવૅ પ્રમુખ મોહનભાઈ પટેલ, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,જૈન શ્રેષ્ઠી મેહુલ દેવદત્ત જૈન, જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ,પૂવૅ પાલિકા પ્રમુખ મનોજ ઝવેરી, હેમંત તન્ના સહિતના રાજકીય સામાજિક આગેવાનો પાટણના પ્રબુદ્ધ નગરજનો સહિત મોટી સંખ્યામાં રામ ભકતો ઉપસ્થિત રહ્યા હતા સૌ મહાનુભાવોનું વિશ્વ હિન્દુ પરિષદના સંતો સાથે કિર્તીભાઇ મહેતા, નિતિનભાઈ વ્યાસ સહિતના કાયૅકરોએ ઉષ્માભર્યું સ્વાગત સન્માન કરી આવકાર્યા હતા.