#PATAN_CITY : સૌ પ્રથમવાર ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામનાર અને સતત 27 કલાક ચાલનાર શ્રી હનુમાન ચાલીસા પાઠ નું આયોજન કરવામાં આવ્યું…

નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત હનુમાન ચાલીસા પાઠ નાં આયોજન ને સફળ બનાવવા ચાલતી તડામાર તૈયારીઓ..

સતત 27 કલાક ચાલનારાં શ્રી હનુમાન ચાલીસા પાઠ નું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ ની ટીમ ઉપસ્થિત રહી નિરિક્ષણ કરશે.

પાટણ તા.10
શનેશ્વર માં વસેલા ઐતિહાસીક નગર પાટણ શહેર માં આગામી તા.16 મી એપ્રિલનાં રોજ હનુમાન જયંતી નાં પવિત્ર દિવસે સમગ્ર હિન્દુસ્થાન માં સૌ પ્રથમવાર સતત 27 કલાક સુધી ચાલનાર હનુમાન ચાલીસા પાઠ નું ભક્તિ સંગીતના સુમધુર સુરો વચ્ચે નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને બજરંગ દળ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ શહેરમાં સૌ પ્રથમવાર ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામનારા અને એક મિનીટ નાં વિરામ લીધા વીના આયોજિત કરવામાં આવેલ સતત 27 કલાક સુધી નાં હનુમાન ચાલીસા પાઠ નાં આયોજન ને સફળ બનાવવા નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી નાં કલાકારો દ્વારા નિત્ય હનુમાન ચાલીસા પાઠ નું સંગીત સાથે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.
પાટણ ખાતે આગામી હનુમાન જયંતી ની પૂવૅ સંધ્યાએ શરૂ થનારા સતતં 27 કલાક ચાલનારાં અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામનાર હનુમાન ચાલીસા પાઠ નું સંતો મહંતો અને પાટણ નાં પ્રબુધ્ધ નગરજનો નાં આશિર્વાદ સાથે તા 15 મી એપ્રિલ નાં રોજ દિપ પ્રાગટય સાથે રાત્રે 9.55 કલાકે પ્રારંભ કરવામાં આવશે અને હનુમાન ચાલીસા પાઠ નું પઠન હનુમાન જયંતી ની રાત્રે એટલે કે તા.16 મી એપ્રિલ નાં રોજ રાત્રે 1.39 કલાકે સંપન્ન બનશે.
સતતં 27 કલાક ચાલનારાં અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવનાર નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને બજરંગ દળ દ્વારા આયોજિત હનુમાન ચાલીસા પાઠ નું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ ની ટીમ હાજર રહી નિરિક્ષણ સાથે તેનું વિડિયો રેકોર્ડિંગ પણ કરશે સાથે સાથે. યુ ટ્યુબ દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.
પાટણ શહેર માં સૌ પ્રથમવાર આયોજિત સતત 27 કલાક ચાલનારાં શ્રી હનુમાન ચાલીસા પાઠ ના આયોજન નો મુખ્ય ઉદ્દેશ પાટણ શહેર સહિત સમગ્ર વિશ્વ ના કલ્યાણ માટે નો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.