#PATAN : એમ કે એજ્યુકેશન સંસ્થા દ્વારા રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માથી લીધેલ મોટી રકમ ની લોન ભરપાઈ નહીં કરતાં બેંક દ્વારા સંસ્થા શીલ કરાઈ..

બેંક દ્વારા એજ્યુકેશન સંસ્થાને સીલ મરાતા સંસ્થામાં એજ્યુકેશન મેળવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા..

પાટણ તા.૧૦
પાટણની એમ કે એજ્યુકેશન કેમ્પસ ઉપર રાજકોટ ની નાગરિક સહકારી બેંક લી.પાસે થી મોટી રકમ ની લોન મેળવી સમય વિતે લોન ની રકમ બેંક માં ભરપાઈ નહી કરવામાં આવતાં બેંક દ્વારા પાટણના એમ કે એજ્યુકેશન કેમ્પસ ને પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ નાં હુકમ થી શીલ મારી સંસ્થા નો કબજો બેંક હસ્તક કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં કાર્યરત એમ .કે એજ્યુકેશન સંસ્થાના નામે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ માથી સંસ્થાપક દ્વારા મોટી રકમની લોન લેવામાં આવી હતી જે રકમ સંસ્થાપક દ્વારા બેંકની સમયમર્યાદામાં ભરપાઈ નહીં કરવામાં આવતા બેંક દ્વારા નોટિસની બજવણી કરવામાં આવી હતી પરંતુ સંસ્થાપક દ્વારા નોટિસનો પ્રત્યુત્તર ન અપાતા અને બેંકની સમય અવધિ પૂર્ણ થતાં રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડના જવાબદાર અધિકારીઓએ પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ નાં હુકમ થી પાટણ ખાતે આવી એમ કે એજ્યુકેશન સંસ્થાને સીલ કરી સંસ્થા નો કબજો બેંક હસ્તક લેતા સનસનાટી મચી જવા પામી છે. પાટણની એમ કે એજ્યુકેશન સંસ્થાને રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સીલ કરાતા સંસ્થામાં એજ્યુકેશન મેળવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.