#SIDDHPUR : ઈતિહાસ માં સૌ પ્રથમવાર ભગવાન શ્રી રામચંદ્રજી નાં જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી..

શોભાયાત્રા માં સંતો મહંતો સહિત રાજકીય, સામાજિક આગેવાનો સહિત શહેરનાં પ્રબુધ્ધ નગરજનો જોડાયા..

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સૌ પ્રથમવાર ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સિદ્ધપુર શહેરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર રામનવમી નિમિત્તે નિકળેલી ભગવાન શ્રી રામચંદ્રજી ની ભવ્ય શોભાયાત્રા સિદ્ધપુર નગરના મહોલ્લા, સોસાયટીઓ અને તાલુકાના ગામો માંથી હજારોની સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા..
શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાનજી નગરની પ્રરિક્રમાએ સંતો, મહંતો વિવિધ યુવક મંડળો, ગરબા સેવા મંડળો અને સમગ્ર હિંદુ સમાજના લોકો જય શ્રી રામ નાં ગગન ભેદી નારા સાથે જોડાતા સમગ્ર વાતાવરણ ભગવાન શ્રી રામ મય બન્યું હતું.


ભગવાન શ્રી રામચંદ્રજી ની શોભાયાત્રા ની સાથે બે બગીઓ, ઘોડા, નાસિક ઢોલ, ડીજે જોડાયા હતા શોભાયાત્રાના માગૅ પર વિવિધ સેવાકેમ્પો કાયૅરત બનાવવામા આવ્યા હતા.
શોભાયાત્રા રોકડિયા હનુમાન, મંદિર થી પ્રસ્થાન પામી દેથલી ચોકડી, વિવિધ સોસાયટીઓ, અમરનાથ મહાદેવ, જય અંબે ચોકથી પુનઃ રોકડિયા હનુમાનએ સંપન્ન બની હતી.
સિધ્ધપુર શહેર માં સૌ પ્રથમવાર આયોજિત કરવામાં આવેલ ભગવાન શ્રી રામચંદ્રજી ની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા સહિત નાં ધાર્મિક ઉત્સવો ને સફળ બનાવવા હિન્દુ પ્રેમી સેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી..