પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ ને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજતા ગુજરાત માલધારી સમાજ ધ્વારા રજતતુલા કરાશે..

સમાજના સંતો મહંતો અને આગેવાનો સહિત વિવિધ એનજીઓ દ્વારા રજતતુલા નુ આયોજન કરવામાં આવ્યું..

પાટણ તા.૧૧
માલધારી સમાજની સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ ગણી શકાય તેવા પ્રખર ગાંધીવાદી અને ઝિલિઆ ગાંધી આશ્રમ નાં સ્થાપક માલજીભાઈ દેસાઈ ની સેવાકિય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પદ્મ શ્રી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે નાના એવા માલધારી સમાજની સરકાર દ્વારા કદર કરતાં ગુજરાત માલધારી સમાજ ખુશી સાથે ગૌરવ અનુભવી રહ્યો છે.માલધારી સમાજ ને ગૌરવ અપાવનાર પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ નું સમગ્ર ગુજરાત માલધારી સમાજ સન્માન સમિતિ પાટણ દ્વારા આગામી તા.૧૫ મી એપ્રિલ નાં રોજ સવારે ૧૦-૦૦ કલાકે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રજતતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ ની વિગતવાર માહિતી આપવા રવિવારના રોજ પાટણ જુના સર્કિટ હાઉસ ખાતે પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ સહિત સમાજના આગેવાન બાબુભાઇ મોતીભાઈ દેસાઇ, મગનભાઈ દેસાઈ, તળજા ભાઈ દેસાઈ, ભાવેશભાઈ દેસાઈ, ગોવિંદભાઈ દેસાઈ, જયરામભાઈ દેસાઈ સહિતના સમાજના આગેવાનો દ્વારા પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુના સર્કિટ હાઉસ ખાતે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સને કાર્યક્રમની માહિતી આપતા પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ જણાવ્યું હતું કે માલજીભાઈ દેસાઈ એ ફક્ત માલધારી સમાજનું ગૌરવ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ છે તેઓની સંપૂર્ણ જિંદગી સમાજસેવા અને શૈક્ષણિક હેતુ માટે તેઓએ અર્પણ કરી છે. તેઓની આ સેવાકીય પ્રવૃતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તેઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે સમગ્ર માલધારી સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત ના લોકો માટે ગૌરવની બાબત છે. માલધારી સમાજ ને ગૌરવ અપાવનારા સમાજના વિરલ વ્યક્તિત્વ ધરાવતા પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ નો સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાત ભરના માલધારી સમાજ દ્વારા વિવિધ એનજીઓ ને સાથે રાખી આગામી તારીખ ૧૫મી એપ્રિલના રોજ સવારે ૧૦-૦૦ કલાકે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સત્કાર સન્માન સમારોહ તેમજ રજતતુલા કાર્યક્રમ સાથે માલધારી સમાજના ઓળખના પ્રતિક સમા ચાંદી નાં ગૌમાતા ની પ્રતિમા અંપૅણ કરી તેઓનું બહુમાન કરવામાં આવશે.
આ સત્કાર સન્માન સમારોહ માં સમાજના સંત શિરોમણી પરમ પૂજ્ય મહંત શ્રી મહામંડલેશ્વર વડવાળાધામ દુધરેજ ના કનીરામબાપુ , વાળીનાથધામ ના મંહતશ્રી જયરામગીરી બાપુ, જાણીતા સાહિત્યકાર, કેળવણીકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ સન્માનિત ડો. રઘુવીરભાઈ ચૌધરી,સતપંથ ધામ પીરાણા નાં મહંત પ્રભાતકાકા, વાળીનાથધામ થરા ના મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ, નકળંગધામ વાગડોદ ના મહંત શ્રી શંકરનાથજી બાપુ, રામ અખાડા ચવેલીધામ ના મહંત શ્રી બળદેવદાસ બાપુ અને બાલીસણાના મહંત સંતરામ કાકા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.