#CHANASMA : પૂનમચંદ બાળમંદિરને રૂ.1.11 લાખનું દાતા પરિવાર દ્વારા માતબર દાન અપૅણ કરાયું..

દાન આપનાર દાતાની બાલમંદિર ખાતે તકતી અનાવરણ કરાઈ…

ણસ્માનુ પૂનમચંદ બાળમંદિર 1935ની સાલથી ચાલી રહ્યું છે. બાળમંદિરમાં દાતાઓ પોતાનું દાન આપીને ધન્ય થાય છે. ત્યારે સોમવારે ચાણસ્માના ડોક્ટર ચંદુભાઈ મોહનલાલ પટેલ તથા તેમના ધર્મ પત્ની પુષ્પાબેન ચંદુભાઈ પટેલ રહેવાસી શિવાજી ગઢ ચાણસ્મા તરફથી રૂ. 1 લાખ 11 હજારનું માતબર દાન આપવામાં આવ્યું હતું. જે રકમ આ બાળમંદિર ના નિભાવ ખર્ચ માટે વાપરવામાં આવશે.


બાળમંદિરમાં લગભગ 80 થી 100 નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવે છે. બાળમંદિરને સરકારની કોઈ ગ્રાન્ટ મળતી નથી એટલે દાતાઓના દાનથી જ બાલ મંદિર નો નિભાવ ખર્ચ થાય છે. બાળકોને બાળમંદિરમાં નાસ્તો, ગણવેશ મફત આપવામાં આવે છે. તકતીના અનાવરણ વખતે પૂનમચંદ બાલ મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ શાહ, દિલીપભાઈ સુખડિયા, સંજયભાઈ ભાવસાર, સુરેશભાઈ ભાવસાર તથા ચુસ્ત ગાંધીવાદી નાથાભાઈ સથવારા હાજર રહ્યા હતા. નાથાભાઈ સથવારાએ બાળમંદિર વિશેની જાણકારી આપી દાતાનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.