#PATAN : રમત ગમત સંકુલ ખાતે સ્વિમિંગ પૂલ શરૂ થતાં ની સાથે જ ૫૦૦ ફોમૅ નું વિતરણ…

ફોમૅ સ્વીકારવાના પ્રથમ દિવસે જ લોકો ની ફોમૅ જમા કરાવવા લાબી લાઈનો લાગી..

પાટણ સરદાર પટેલ રમત ગમત સંકુલમાં આવેલ સ્વિમિંગપુલ ઉનાળાની ઋતુમાં શરૂ થતાં આ વર્ષે બે દિવસમાં 500 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે તો સોમવારના રોજ ફોર્મ સ્વીકારવાનું શરૂ થતાં સવાર થી જ મોટી સંખ્યામાં ફોર્મ જમા કરાવવા રમત ગમત સંકુલ ખાતે લાઈન માં જોવા મળ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં પાટણના સરદારપટેલ રમત ગમત સંકુલ માં આવેલ સ્વિમિંગપુલ કોરાના નાં કારણે છેલ્લા બે વર્ષથી બંધ હતો. જે આ વર્ષે ચાલુ થતા બે દિવસ માંજ 500 જેટલા ફોર્મ વિતરણ થયા હતા. ત્યારે સોમવારે આજે ફોર્મ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં ફોર્મ ભરવા સવારથી જ મોટી સંખ્યામાં લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા.


સ્વિમિંગ કોચ હેમલ વર્ધનીએ જણાવ્યું હતું કે આ વખતે 4 બેચ શરૂ થશે. જેમાં 3 પુરુષો માટે અને 1 માહિલાઓ માટે જેમાં બે સવારે પુરુષોની અને સાંજે એક મહિલા અને અને એક પુરુષની રહેશે તેવું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ફોર્મ સ્વીકારવાનું શરૂ કરાયું છે. અગામી 16મી એપ્રિલથી સ્વીમીંગ પુલ શરૂ કરવામાં આવનાર હોવાનુ તેઓએ જણાવ્યું હતુ.