#NITI_AAYOG : અભિનંદન ગુજરાત સરકાર અને ઉર્જા વિભાગ ની ટીમને

નીતિ આયોગના રાજ્ય ઉર્જા અને જલવાયૂ સૂચકાંકમાં ગુજરાતે મોટા રાજ્યોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

મોટા રાજ્યોની શ્રેણીમાં ગુજરાત 50.1 માર્કસ સાથે ટોચ પર છે.

હિતેન્દ્ર પટેલ, સહપ્રવકતા પ્રદેશ ગુજરાત ભાજપ દ્વારા મળતી માહિતી અનુસાર તમામ રાજ્યોની રેન્કિંગ જાહેર આ સૂચકાંકનો હેતુ છ પરિમાણો પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેન્કિંગ કરવાનો છે, જેમાં પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની કામગીરી, ઊર્જા કાર્યક્ષમતા અને ઊર્જાની પહોંચનો સમાવેશ થાય છે.

નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતબાદ આ યાદીમાં નાના રાજ્યોમાં ગોવા સૂચકાંકમાં સૌથી ઉપર છે. ત્યારબાદ ત્રિપુરા અને મણિપુરનો નંબર છે.

આ પરિમાણો પર મળે છે રેન્કિંગ SECI ચક્ર-1 નો હેતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને છ માપદંડો પર ક્રમાંકિત કરવાનો છે.

(1) પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ્સ)નું પ્રદર્શન

(2) ઊર્જાનો વપરાશ, પરવડે તેવી ક્ષમતા અને વિશ્વસનીયતા

(3) સ્વચ્છ ઊર્જા પહેલ

(4) ઊર્જા કાર્યક્ષમતા

(5) ટકાઉ પર્યાવરણ

(6) નવી પહેલોનો સમાવેશ થાય છે. આ પરિમાણોમાં કુલ 27 સૂચકાંકોનો સમાવેશ થાય છે.