#PATAN : પ્રદેશ સંગઠન મહામંત્રી દ્વારા સોમવારના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠન લક્ષી માર્ગદર્શન બેઠક યોજાઇ..

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા સંગઠન લક્ષી માર્ગદર્શન આપવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો.
બેઠકને સંબોધિત કરતા પ્રદેશ સંગઠન મહામંત્રી ઘટના કરીએ જણાવ્યું હતું કે
વ્યક્તિ સે બડા દલ,દલ સે બડા દેશ માટે દેશ માટે ભારતીય જનતા પાર્ટીના સૈનિકોએ વફાદાર રહી હંમેશા દેશની ઉન્નતિ ના કાર્યો કર્યા છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના સૈનિકો દ્વારા એડીચોટીનું જોર લગાવી ગુજરાતની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીના ભગવા દવજ લહેરાવાઈ તે માટે આહ્વાન કર્યું હતું.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં પ્રદેશ મોરચા સેલના આગેવાનો,જિલ્લા મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, ચૂંટાયેલી પાંખના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.