#PATAN_CITY : શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રી પરશુરામજી ભગવાન નાં મંદિરનું નિર્માણ કરાયુ…

આગામી તા.૨૭ એપ્રિલના રોજ ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે..

સૌ પ્રથમવાર પાટણ શહેરમાં ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી પ્રસંગે શ્રી પરશુરામજી ભગવાન નાં મંદિર ખાતે થી શોભાયાત્રા નીકળશે..

સૃષ્ટિ પર સાત ચિરંજીવીઓમાં જેની પૂજા-અર્ચના અને ગણના થાય છે એવા ભગવાન શ્રી પરશુરામજીના મંદિરનું પાટણના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરમાં શ્રી પરશુરામજી ભગવાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવા માટે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત શ્રી પરશુરામજી ભગવાન નાં ભકતો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર બ્રહ્મ સમાજને એકમંચ ઉપર લાવી જગન્નાથ મંદિર પરીસર ખાતે થી પ્રથમવાર ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતિ ની ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવનાર હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું. મંદિરોની નગરી તરીકે ઓળખાતા પાટણ નગરમાં અનેકવિધ પ્રાચીન અને અર્વાચીન નગરો આજે પણ દૈદીપ્યમાન બન્યા છે. શહેરના રોક્ડીયાગેટ વિસ્તારમાં આવેલ પ્રસિધ્ધ શ્રી જગન્નાથ મંદિર પરીસર ખાતે મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન પરશુરામજીના મંદિરના નવનિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 27 મી એપ્રિલના રોજ ભગવાન શ્રી પરશુરામજીની દિવ્યમૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા ૨૭ એપ્રિલ નાં રોજ યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.

ત્યારે આ બાબતે માહિતી આપતા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે, સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભગવાન શ્રી પરશુરામજીના જુજ મંદિરો આવેલા છે. ત્યારે શ્રી જગન્નાથ મંદિર ખાતે નિર્માણ કરાયેલ પરશુરામજી ભગવાનના મંદિરમાં પુરાણ પ્રસિધ્ધ ભગવાન પરશુરામજીની દિવ્યમૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 31 વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજવામાં આવનાર છે.
આ ઉપરાંત આગામી તા.3 જી મે નાં રોજ ભગવાન શ્રી પરશુરામજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર બ્રહ્મસમાજને એકમંચ પર લાવી શ્રી જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન પરશુરામની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાટણના પ્રસિધ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રી પરશુરામજીના મંદિરના નવનિર્માણને લઇ ભગવાન શ્રી જગદીશના મુખ્ય ગભારાનું પણ રિનોવેશન કરવામાં આવ્યું છે. ત્યારે આ કામગીરી દરમ્યાન ત્રણેય મૂર્તિઓનું ઉત્થાપન કરવામાં આવ્યું હતું.

તેથી ત્રણે પવિત્ર મૂર્તિઓને શુદ્ધિકરણની વિધિ કરવામાં આવશે તેમજ રીનોવેશન માટે ઉત્થાપન કરવામાં આવેલ બન્ને વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ ને પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવશે .કહેવાય છે કે ભગવાન શ્રી જગન્નાથના મુખ્ય ગભારામાં બીરાજમાન ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રની મૂર્તિની બંને બાજુ ભગવાન વિષ્ણુની સ્વયંભુ પ્રગટ થયેલી બે દૈદીપ્યમાન મૂર્તિઓ દર્શનીય માનવામાં આવે છે.
કોઇપણ દેવસ્થાનમાં એકજ દેવતાની બે મૂર્તિઓ હોય તેવું પ્રથમ મંદિર પાટણનું જગન્નાથ જીનું એકજ મંદિર છે.અને વિષ્ણુ ભગવાનની આ બંને મૂર્તિઓના આભુષણો અને તેમના વસ્ત્રો અલગ તરી આવે છે. ત્યારે આ બન્ને પ્રતિમા ઓના શુધ્ધિકરણ કરી તેમની પુનઃ સ્થાપના કરવામાં આવનાર હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાયૅ એ જણાવ્યું હતું.