#PATAN_CITY : ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ વાર્ષિકોત્સવ 2022 ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી..

પ્રમુખ તરીકે શિરીષ પટેલ અને મંત્રી તરીકે કમલેશ પ્રજાપતિ ને જવાબદારી સોંપવામાં આવી..

સંપર્ક,સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણની ભાવના સાથે પાટણ શહેરમાં અને જિલ્લામાં અનેકવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી ભારત વિકાસ પરિષદ ની સિદ્ધહેમ શાખા પાટણ વર્ષ 2022 નો વાર્ષિકોત્સવ રવિવારના રોજ પાટણ શહેરના સાકાર પાર્ટી પ્લોટ ખાતે આરએસએસ ના મહેસાણા વિભાગના વિભાગ સંઘચાલક નવીનભાઈ પ્રજાપતિ, શ્ર્લોક હોસ્પિટલના ડો. નિલેશ પટેલ, યશવી કોર્પોરેશનના નૃપેશ પટેલ, ભારત વિકાસ પરિષદ ગુજરાત મહિલા અને બાળ વિકાસ રિઝનલ સેક્રેટરી મોનલબેન ચંદારાણા, ભારતીય જનતા પાર્ટી પ્રદેશના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો.


આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ પાટણ શાખાના વર્ષ 2022-23 નાં પ્રમુખ, મંત્રી સહિત કારોબારીની રચના પણ સવૉનુમતે કરવામાં આવી હતી.
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા ના વાર્ષિકોત્સવ અને નવીન કારોબારી ની રચના પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણના તમામ સભ્યોને એક અને નેક બની પરિવાર ની ભાવના સાથે હિન્દુ સંસ્કૃતિ ને ઉજાગર કરતાં કાર્યો કરવા અપીલ કરી હતી.


સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે અપીલ કરી ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણની સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણની ભાવના સાથે કરાતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને વર્ષ 22-23 માં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પરિવારની ભાવનાને વધુ દ્રઢ બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણના વર્ષ 2022-23 ના પ્રમુખ તરીકે શિરીષ પટેલ, મંત્રી કમલેશ પ્રજાપતિ, ખજાનચી વિષ્ણુ પટેલ, ઉપપ્રમુખ જિગ્નેશ ઠક્કર, ઉપ પ્રમુખ અને કાયમી પ્રકલ્પ ગીરીશ પટેલ, સહમંત્રી અલ્પેશ પટેલ,ભાગૅવ જોષી,મહિલા સંયોજિકા હેતલ જોષી,સહ સંયોજિકા શ્રેયા ત્રિવેદી,રિપલ ખમાર, પ્રચાર-પ્રસાર જીગર ખમાર, ગુરુ વંદન છાત્ર અભિનંદન સંયોજક રાજેશ ઠક્કર, સહ સંયોજક ભરત ઠક્કર, ભારત કો જાનો સંયોજક જશવંત જનસારી, સહ સંયોજક અરવિંદસિહ રાજપુત, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સંયોજક ભાર્ગવ ચોકસી, સહ સંયોજક મનીષ બ્રહ્મભટ્ટ, પર્યાવરણ પ્રકલ્પ સંયોજક અલ્પેશ પટેલ, સહ સંયોજક વિપુલ પટેલ, અભ્યાસ વર્ગ સહસંયોજક ઘનશ્યામ ત્રિવેદી, હેલ્થ એન્ડ આઈ કેર સંયોજક ડો. સંજય પટેલ, પરિવાર ગોષ્ઠિ કાર્યક્રમ સંયોજક પ્રજ્ઞેશ પટેલ, શરદપૂર્ણિમા કાર્યક્રમ સંયોજક હરેશ પટેલ, ગ્રામ વસ્તી વિકાસ પ્રકલ્પ સંયોજક મનીષ પટેલ સહિત સિદ્ધહેમ શાખાના પ્રાંત તેમજ રિઝનલ પદાધિકારી તરીકે રિઝનલ સેક્રેટરી ગુજરાત મહિલા અને બાળ મોનલ ચંદારાણા, કોર કમિટિ સભ્ય ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર જયેશભાઈ પટેલ, સંગઠન મંત્રી ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર કમલભાઈ ચંદારાણા, સંપર્ક સંયોજક ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર નિરંજનભાઇ પટેલ અને સ્થાપક પ્રમુખ ભારત વિકાસ પરિષદ શાખા કે.કે. મહેશ્વરીની સર્વાનુમતે વરણી કરવામાં આવતા ઉપસ્થિત સૌએ અભિનંદન સાથે વધાવી લઈને શુભેચ્છાઓ પાઠવી હતી..