#PATAN : કેરીના રસનું ઉત્પાદન કરતા બે યુનિટ ઉપર ઔષધ નિયમન તંત્ર ની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી..

બન્ને યુનિટ ઉપર થી રસ નાં સેમ્પલ લઇ પૃથ કરણ માટે સરકારી લેબ માં મોકલી આપી આગળ ની કાયૅવાહી હાથ ધરવામાં આવી..

ઔષધ નિયમન કચેરી ની ટીમ દ્વારા કેરીનો રસ બનાવતા બન્ને યુનિટ ઉપર તપાસ નાં પગલે અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો..

પાટણ તા.11
ઉનાળાની શરૂઆત થતાં ની સાથે પઃટણ શહેર અને જિલ્લામાં કેરીનાં રસ ની બોલબાલા જોવા મળતી હોય છે.ત્યારે શહેર અને જિલ્લામાં જથ્થાબંધ કેરીનાં રસ નું ઉત્પાદન કરતા કેટલાંક યુનિટ સંચાલકો દ્વારા ઓછા દરે હલકી ગુણવત્તાના અને ભેળસેળ યુક્ત વાળા રસ નું વેચાણ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતાં હોય છે.ત્યારે આવા યુનિટ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરી યુનિટ માં તૈયાર કરાતા રસ નાં સેમ્પલ મેળવી લોકો નાં આરોગ્ય સાથે ચેડા કરતાં તત્વોને નસિયત કરવા કાયૅવાહી હાથ ધરતાં હોય છે. ત્યારે સોમવારના રોજ પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી નાં અધિકારી સહિત ની ટીમ દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં હોલસેલમાં કેરી નો રસ પુરો પાડતા બે યુનિટોની ઓચિંતી તપાસ હાથ ધરી બન્ને યુનિટ ઉપર થી એક એક નમુનાઓ મેળવી તેના પૃથ કરણ માટે સરકારી લેબ માં મોકલી આપી આગળ ની કાયૅવાહી હાથ ધરતાં પાટણ શહેર અને જિલ્લામાં કેરીનાં રસ માં ભેળસેળ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.


સોમવારના રોજ પાટણ શહેર નાં કેરી ના રસ બનાવતા બે યુનિટ ઉપર ઔષધ નિયમન કચેરી નાં અધિકારી વિપૂલભાઈ ચૌધરી સહિત ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના બી.ડી.હાઈસ્કુલ પાસે આવેલ અને મોટા પાયે ઉનાળાની સિઝનમાં કેરીના રસનું ઉત્પાદન કરી શહેર અને જિલ્લામાં કેરીનો રસ પુરો પાડતા હરિઓમ પાલૅર એન્ડ રસ ભંડાર અને અઘારા દરવાજા નજીક નાં પટેલ રસ ભંડાર નામનાં યુનિટ ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને યુનિટ ઉપર શંકાસ્પદ રસ નો જથ્થો જણાતાં બન્ને યુનિટ માંથી એક એક સેમ્પલ રસ ના લઈ તેનાં પૃથ કરણ માટે સરકારી લેબ માં મોકલી આપી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું ઔષધ નિયમન કચેરી પાટણના અધીકારી વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
પાટણ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા શહેરના કેરી ના રસ તૈયાર કરતાં યુનિટ ઉપર હાથ ધરવામાં આવેલ તપાસ કામગીરી માં ફુડ સેફ્ટી અધિકારી એમ.એમ.પટેલ,એચ.વી.ગુજૅર સહિતનો સ્ટાફ જોડાયો હતો.