#SWACHH_BHARAT_ABHIYAN : રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું..

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત ૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં કરવામાં આવી હતી. આ મિશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ ખાતે સરસ્વતી તાલુકામાં આવેલ રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ખરેખર સ્વસ્થ નીરોગી જીવન માટે આપની આજુબાજુ ની સ્વચ્છતા એ પ્રાથમિક જરૂરિયાત છે તેમ જણાવી સ્વચ્છતા ની મહત્તાને સમજીને પાટણ ખાતે આવેલ સરસ્વતી તાલુકામાં રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું,

જે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેથળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જ્યાં રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રી તથા તમામ સ્ટાફ મિત્રો એ ભેગા મળીને સફાઇ કામગીરી કરી હતી. તેમાં સાયન્સ સેન્ટર ની બહાર આવેલ રોડ ની સફાઇ કરવામાં આવી હતી. તથા તેમણે સૌને પોતાની આસપાસ ની જગ્યા ને સ્વચ્છ રાખવા અને નિયમિત સફાઇ કરવા માટે આગ્રહ કર્યો હતો. આ પ્રકારના મિશન ખરેખર પ્રેરણા આપે છે કે શ્રમદાન દ્વારા સામાન્ય લોકો પણ દેશ માટે કંઈક કરી શકે છે.